શેર બજાર

શેરબજારની મોટા ઘટાડા સાથે શરૂઆત! સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ તૂટ્યા, રૂપિયો ઐતિહાસિક નીચલા સ્તરે

મુંબઈ: ગઈ કાલે સામાન્ય ઘટાડા સાથે બંધ રહ્યા બાદ આજે ભારતીય શેર બજારે નબળી શરૂઆત નોંધાવી છે. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેંચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 316 પોઈન્ટના ઘટાડા સાથે 85,325 પર ખુલ્યો. નેશનલ સ્ટોક્સ એકચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી-50 87 પોઈન્ટ ઘટીને 26,027 ખુલ્યો.

આજે શરૂઆતના કારોબારમાં BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ સ્થિર ટ્રેડ કરી રહ્યા હતાં. નિફ્ટી પર એશિયન પેઇન્ટ્સ, મારુતિ સુઝુકી, NTPC, SBI અને ટ્રેન્ટના શેરોમાં વધારો નોંધાયો, જ્યારે ICICI બેંક, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં ઘટાડો નોંધાયો.

મીડિયા ઇન્ડેક્સમાં 0.5%નો ઘટાડો નોંધાયો, જ્યારે PSU બેંક ઇન્ડેક્સનો ઘટાડો 1% વધારો નોંધાયો.

વોલ સ્ટ્રીટમાં ઘટાડો:
વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતોની અસર ભારતીય શેરબજાર પર દેખાઈ રહી છે. ટ્રેઝરી યીલ્ડમાં વધારો થવાના દબાણને કારણે સોમવારે વોલ સ્ટ્રીટના ઘટાડા સાથે બંધ થયું. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ (DJI) (0.90%), S&P 500 (0.53%), અને નાસ્ડેક કમ્પોઝિટ (0.38%) માં ઘટાડો નોંધાયો હતો..

એશિયન બજારોની સારી શરૂઆત:
મંગળવારે શરૂઆતના કારોબારમાં એશિયન બજારોમાં વધારો નોંધાયો, જાપાનના નિક્કી 225માં 0.33% અને ટોપિક્સમાં 0.44% વધારો નોંધાયો. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 1.14%નો વધારો નોંધાયો, જ્યારે કોસ્ડેકમાં 0.13%નો વધારો નોંધાયો. ઘટ્યો હતો.

રૂપિયો ફરી પડ્યો:
મંગળવારે શરૂઆતના કારોબારમાં યુએસ ડોલર સામે રૂપિયો 32 પૈસા ઘટીને 89.85 ના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયો છે.

આપણ વાંચો:  સેબીના ચેરમેને રોકાણકારોને ચેતવ્યા, કહ્યું માહિતી વિના રોકાણ કરવું જોખમી

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button