શેરબજારમાં રોનક પરત ફરી: સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલો ઉછાળો

મુંબઈ: ગત અઠવાડિયું નિરાશાજનક રહ્યા બાદ આજે નવા અઠવાડિયાના પહેલા દિવસે શેરબજારમાં રોનક પરત ફરી છે. આજે બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ 216 પોઈન્ટના વધારા સાથે 85,145 પર ખુલ્યો. જયારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 89 પોઈન્ટના વધારા સાથે 26,056 પર ખુલ્યો.
શરૂઆતના કારોબારમાં શ્રીરામ ફાઇનાન્સના શેરમાં 3%નો ઉછાળો નોંધાયો. હિન્ડાલ્કો, ટેક મહિન્દ્રા, ટીસીએસ અને જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસના શેરોમાં પણ વધારો નોંધાયો. બીજી તરફ એશિયન પેઇન્ટ્સ, એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ, બજાજ ફાઇનાન્સ, મેક્સ હેલ્થકેર અને સિપ્લાના શેરોમાં ઘટાડો નોંધાયો.
કેપિટલ ગૂડ્સ, મેટલ અને આઇટી સેક્ટરમાં સૌથી વધારો નોંધાયો, તમામમાં લગભગ 1% નો વધારો નોંધાયો.
શુક્રવારે યુએસ બજારો વધારા સાથે બંધ થયા હતાં. S&P 500 59.74 પોઈન્ટ(0.9%)ના વધારા સાથે 6,834.50 પર બંધ થયો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 183.04 પોઈન્ટ(0.4%)ના વધારા સાથે 48,134.89 પર બંધ થયો. ટેક-હેવી નાસ્ડેક 301.26 પોઈન્ટ(1.3%)ના વધારા સાથે 23,307.62 પર બંધ થયો હતો.
એશિયન માર્કેટમાં વધારો:
આજે, સોમવારે એશિયન શેરબજારોમાં શરૂઆતના કારોબારમાં વધારો નોંધાયો. જાપાનની બહાર MSCI ના એશિયા-પેસિફિક શેરના ઇન્ડેક્સમાં 0.3%નો વધરો નોંધાયો. હેંગ સેંગ ફ્યુચર્સમાં 0.5%નો વધરો નોંધાયો. જાપાનના ટોપિક્સમાં 0.8% અને ઓસ્ટ્રેલિયાના S&P/ASX 200 માં 0.7%નો વધારો થયો. યુરો સ્ટોક્સ-50 ફ્યુચર્સમાં 0.1%નો ઘટાડો નોંધાયો.



