વર્ષના છેલ્લા દિવસે શેરબજારની તેજી સાથે શરૂઆત! સેન્સેક્સ-નિફ્ટી આટલા ઉછાળા સાથે ખુલ્યા

મુંબઈ: આજે વર્ષ 2025ના છેલ્લા દિવસે ભારતીય શેર બજારે ઉછાળા સાથે કારોબાર શરુ કર્યો. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 118 પોઈન્ટના વધારા સાથે 84,793 પર ખુલ્યો હતો, જયારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 32 પોઈન્ટના ઉછાળા સાથે 25,971 પર ખુલ્યો.
શરૂઆતના કારોબારમાં 1,455 શેરમાં વધારો નોંધાયો, 743 શેરમાં ઘટાડો નોંધાયો જ્યારે 158 શેરમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નહીં.
નિફ્ટી પર ટાટા સ્ટીલ, જિયો ફાઇનાન્શિયલ, મેક્સ હેલ્થકેર, કોટક મહિન્દ્રા બેંક અને બજાજ ફિનસર્વના શેરમાં સૌથી વધુ વધારો નોંધાયો. બીજી તરફ, TCS, ટાટા કન્ઝ્યુમર, હિન્ડાલ્કો, એપોલો હોસ્પિટલ્સ અને બજાજ ફાઇનાન્સના શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો.
યુએસ માર્કેટ સામાન્ય ઘટાડા સાથે બંધ:
ગઈ કાલે મંગળવારે યુએસ માર્કેટ સામાન્ય ઘટાડા સાથે બંધ થયા હતાં, વર્ષ પૂરું થવાનું હોવાથી મોટા રોકાણકારોએ તેમની પોઝિશન બંધ કરી દીધી છે, જેને કારને ટ્રેડિંગ વોલ્યુમ પણ ઓછું રહ્યું હતું.
S&P 500 9.50 પોઈન્ટ(0.1%)ના ઘટાડા સાથે 6,894.24 પર બંધ થયો. વાર્ષિક ધોરણે S&P 500માં 17 ટકાથી વધુનો વધારો નોંધાયો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 94.87 પોઈન્ટ(0.2%)ના ઘટાડા સાથે 48,367.06 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 55.27 પોઈન્ટ(0.2%)ના ઘટાડા સાથે 23,419.08 પર બંધ થયો.
એશીયાન માર્કેટ પર નજર:
વર્ષના છેલ્લા દિવસે જાપાન અને દક્ષિણ કોરિયા સહિત એશિયાના ઘણા બજારો આજે બંધ છે. આજે શરૂઆતના કારોબારમાં હોંગકોંગના હેંગ સેંગ ફ્યુચર્સમાં 0.2%નો ઘટાડો નોંધાયો અને ઓસ્ટ્રેલિયાના ASX 200માં પણ 0.2%નો ઘટાડો નોંધાયો.
આ વર્ષે MSCI ઓલ કન્ટ્રી વર્લ્ડ ઇન્ડેક્સે 21 ટકાનો વધારો નોંધાવ્યો.
GIFT નિફ્ટી, નિફ્ટી ફ્યુચર્સના પાછલા બંધ કરતા 24 પોઈન્ટના વધારા સાથે 26,127 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો.
ગઈ કાલે મંગળવારે ભારતીય શેરબજાર ફ્લેટ બંધ થયા હતાં, સેન્સેક્સ 20 પોઈન્ટ(0.02%)ના ઘટાડા સાથે 84, 675.08 પર બંધ થયો. નિફ્ટી 3 પોઈન્ટ(0.01)ના ઘટાડા સાથે 25,938.85 પર બંધ થયો.



