આજે શેરબજારની ધીમી શરૂઆત! સેન્સેક્સ-નિફ્ટીમાં સામાન્ય વધ-ઘટ

મુંબઈ: આજે બુધવારે ભારતીય શેરબજારની શરૂઆત સામાન્ય રહી છે, બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 29 પોઈન્ટ ઘટીને 84,643 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 8 પોઈન્ટ વધીને 25,918 પર ખુલ્યો હતો.
શરૂઆતના કારોબારમાં NSE નિફ્ટીમાં શ્રીરામ ફાઇનાન્સ, TCS, ટેક મહિન્દ્રા, ટ્રેન્ટ અને ICICI બેંકમાં વધરો નોંધાયો છે, જ્યારે મેક્સ હેલ્થકેર, એપોલો હોસ્પિટલ્સ, બજાજ ફિનસર્વ, ONGC અને હિન્ડાલ્કોના શેરમાં ઘટાડો નોંધાયો છે.
શરૂઆતના કારોબારમાં બેંક નિફ્ટી 117 પોઈન્ટ ઘટીને 58,782 પર ખુલ્યો. નિફ્ટી મિડકેપ 68 પોઈન્ટ ઘટીને 60,754 પર ખુલ્યો.
સવારે 9.55 વાગ્યે સેન્સેક્સ 27.29ના વધારા સાથે 84,700.31 પર અને નિફ્ટી 3.05ના વધારા સાથે 25,913.10 પર ટ્રેડ કરી રહ્યો હતો.
શરૂઆતના કારોબારમાં અમેરિકન ડોલર સામે રૂપિયો 9 પૈસા મજબુત થયો, ડોલર સામે રૂપિયો 88.51 પર પહોંચ્યો હતો. ક્રૂડ ઓઇલના નીચા ભાવને કારણે રૂપિયાને મજબૂતી મળી છે.
આપણ વાંચો: કવર સ્ટોરીઃ વેલ્યૂએશનનું વાવંટોળ



