મંગળવારે શેરબજારની નબળી શરૂઆત! સેન્સેક્સ અને નિફ્ટી આટલા ઘટ્યા, આ સેક્ટરમાં તેજી

મુંબઈ: આજે મંગળવારે ભારતીય શેર બજારે ઘટાડા સાથે કરોબારની શરૂઆત કરી. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 108 પોઈન્ટના ઘટાડા સાથે 85,331 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્સચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 80 પોઈન્ટના ઘટાડા સાથે 26,190 પર ખુલ્યો.
નિફ્ટી પર શરૂઆતના કારોબારમાં શેરોમાં, હિન્ડાલ્કો, એપોલો હોસ્પિટલ્સ, ICICI બેંક, બજાજ ફિનસર્વ અને ટાટા સ્ટીલના શેરોના ભાવમાં સૌથી વધુ વધારો નોંધાયો, બીજી તરફ ટ્રેન્ટ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HDFC બેંક, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ અને મેક્સ હેલ્થકેરના શેરમાં મોટો ઘટાડો નોંધાયો.
શરૂઆતના કારોબારમાં BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ લગભગ સ્થિર ટ્રેડ કરી રહ્યા છે. સેકટોરલ ઇન્ડેક્સ પર નજર કરીએ તો મેટલ્સ ઇન્ડેક્સમાં 1 ટકા અને PSU બેંક ઇન્ડેક્સમાં 0.8 ટકાનો વધારો નોંધાયો, જ્યારે FMCG, ઓઈલ એન્ડ ગેસ અને મીડિયા સેક્ટરમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.
એશિયન બજારો પર નજર:
આજે શરૂઆતના કારોબારમાં એશિયન શેર બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું, જાપાનનો નિક્કી 225માં 1.12%નો વધરો નોંધાયો, જ્યારે ટોપિક્સ 1.48% ના વધારો નોંધાયો. દક્ષિણ કોરિયાનાં કોસ્પીમાં 0.85% નો ઘટાડો નોંધાયો, જ્યારે સ્મોલ-કેપ કોસ્ડેકમાં 0.09%નો વધારો નોંધાયો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.7% વધ્યો, જ્યારે મુખ્ય CSI 300 સ્થિર રહ્યો.
યુએસ બજારો વધારા સાથે બંધ રહ્યા:
સોમવારે યુએસ બજાર વધારા સાથે બંધ થયા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 594.79 પોઈન્ટ(1.23 %)ના વધારા સાથે 48,977.18 પર બંધ થયો. S&P 500 0.64%ના વધારા સાથે 6,902.05 પર બંધ થયો, જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ 0.69% ના વધારા સાથે 23,395.82 પર બંધ થયો.
બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઘટાડો:
યુએસના વેનેઝુએલાપેટ્રોલિયમ ભંડારો પર કબજો કરીને બજારમાં સપ્લાય વધારે તેવી શક્યતા છે, અને માંગમાં પણ ઘટાડો નોંધાયો છે, જેના કારણે આજે મંગળવારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ ફ્યુચર્સ 0.2% ઘટીને $61.62 પ્રતિ બેરલ પર પહોંચ્યો હતો, જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ 0.3% ઘટીને $58.15 પ્રતિ બેરલ ઓપર પહોંચ્યો હતો.
રૂપિયો મજબુત થયો:
વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થવાને કારણે આજે મંગળવારે શરૂઆતના કારોબારમાં ભારતીય રૂપિયો મજબૂત બન્યો,અમેરિકન ડોલર સામે રૂપિયો 18 પૈસા વધીને 90.12 પર પહોંચ્યો હતો.



