આજે ભારતીય શેર બજાર ઘટાડા સાથે ખુલ્યું! સેન્સેક્સમાં આટલો ઘટાડો

મુંબઈ: આજે ગુરુવારે ભારતીય શેર બજાર ઘટાડા સાથે ખુલ્યું, શરૂઆતના કારોબારમાં બોમ્બે સ્ટોક્સ એકચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 214.54 પોઈન્ટના ઘટાડા સાથે 84,782.59 પર કારોબાર કરી રહ્યો હતો. જયારે નેશનલ સ્ટોક્સ એક્સચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 65.05 પોઈન્ટના ઘટાડા સાથે 25,988.85 પર ટ્રેડ થઇ રહ્યો હતો.
શરૂઆતના કારોબારમાં બેંક નિફ્ટી 82.7 પોઈન્ટ ઘટીને 58,302.55 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી ફાર્મામાં 0.8 ટકાનો ઘટાડો નોંધાયો. નિફ્ટી મેટલ ૦.4, નિફ્ટી FMCG 0.4 ટકા અને નિફ્ટી પ્રાઇવેટ બેંક 0.2 ટકા ઘટ્યા. જ્યારે નિફ્ટી રિયલ્ટીમાં 0.5 ટકાનો વધારો નોંધાયો.
ફેડરલ રિઝર્વ રેટમાં ઘટાડાની અસર:
યુએસ ફેડરલ રિઝર્વના ચેર પર્સન જેરોમ પોવેલની આગેવાની હેઠળની ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC) એ બુધવારે કી બેન્ચમાર્ક રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 3.75-4.00 ટકાની રેન્જમાં લાવ્યો છે.
બુધવારે યુએસ શેર બજારો મિશ્ર વલણ સાથે બંધ થયા. આજે એશિયન બજારોમાં સકારાત્મક વલણ જોવા મળી રહ્યા છે. આજે દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી 225, શાંઘાઈનો SSE કમ્પોઝિટ અને હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સમાં વધારો નોંધાયો.
ડોલર મજબૂત થયો:
યુએસ ફેડરલ રિઝર્વના ચેર પર્સન જેરોમ પોવેલે સંકેત આપ્યા હતાં કે ડિસેમ્બરમાં વ્યાજ દરમાં કોઈ ઘટડો કરવામાં નહીં આવે, જેનાં કારણે યુએસ ડોલર મજબૂત થયો છે. ગુરુવારે શરૂઆતના કારોબારમાં યુએસ ડોલર સામે ભારતીય રૂપિયામાં 21 પૈસા ઘટીને 88.43 પર આવી ગયો હતો.
આપણ વાંચો: એમટીઆર ફૂડની માલિકી ધરાવતી ઓર્કલા ઈન્ડિયા આઈપીઓ બજારમાં પ્રવેશ, જાણો વિગતે…
 
 
 
 


