શેરબજારમાં રોનક: સેન્સેક્સ અને નિફ્ટી આટલા વધારા સાથે ખુલ્યા

મુંબઈ: આ અઠવાડિયાના પ્રથમ ત્રણ દિવસ સતત ઘટાડા બાદ ગઈ કાલે ગુરુવારે ભારતીય શેર બજારમાં રોનક પરત ફરી હતી, આ રોનક આજે પણ જળવાઈ રહી છે. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 232 પોઈન્ટ વધારા સાથે 85,051 પર ખુલ્યો., જ્યારે નેશનલ સ્ટોક્સ એક્સચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ 72 પોઈન્ટના વધારા સાથે 25,971 પર ખુલ્યો.
શરૂઆતના કારોબારમાં લગભગ 1,462 શેર વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને 581 શેર ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા, જયારે 184 શેરમાં જોઈ ફેરફાર થયો ન હતો.
શેરોમાં વધારો ઘટાડો:
નિફ્ટી પર શરૂઆતના કારોબારમાં હિન્દાલ્કો, એલ એન્ડ ટી, ટાટા સ્ટીલ, બજાજ ફાઇનાન્સ અને એક્સિસ બેંકના શેરોમાં વધરો નોંધાયો, જ્યારે મેક્સ હેલ્થકેર, શ્રીરામ ફાઇનાન્સ, ટેક મહિન્દ્રા, એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ અને એપોલો હોસ્પિટલ્સના શેરોના ઘટાડો નોંધાયો.
વૈશ્વિક બજારોમાં સકારાત્મક સંકેતો અને આર્થિક સુધારાને કારણે ભારતીય શેરબજારમાં રોનક જોવા મળી રહી છે.
ફેડરલ રિઝર્વના નિર્ણયની અસર:
યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડા બાદ ડાઉ જોન્સ અને S&P 500 રેકોર્ડ ઊંચાઈએ બંધ થયા હતાં. યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં 0.25% ઘટાડો કર્યો છે જેને કારણે યુએસ સહીત વૈશ્વિક બજારોમાં તેજી જોવા મળી રહી છે. ગઈ કાલે ગુરુવારે S&P 500 માં 0.2% નો વધારો નોંધાયો. ઓસ્ટ્રેલિયન શેરબજારનો બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં શરૂઆતના કારોબારમાં લગભગ 1%નો વધારો નોંધાયો સિંગાપોરમાં કારોબાર કરતા નિફ્ટી ફ્યુચર્સમાં 0.4%નો વધારો નોંધાયો.
યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો વધુ નબળો પડ્યો. એક યુએસ ડોલર સામે રૂપિયો 90.42 ના રેકોર્ડ નજીક ખુલ્યો.
ગઈ કાલે સેન્સેક્સ 0.51%નાવધારા સાથે 84,818.13 અને નિફ્ટી 0.55%ના વધારા સાથે 25,898 પર બંધ થયો હતો. ગઈ કાલે ઓટો અને આઈટી સેક્ટરના શેરોમાં મોટો વધારો નોંધાયો હતો.
(આ લેખ ફક્ત માહિતી માટે છે, શેર બજારમાં રોકાણના નિર્ણય લેતા નાણાકીય સલાહકારની સલાહ લો)



