શેરબજારમાં નવા વર્ષની મંગળ શરૂઆત, આ શેરોમાં મજબુત ઉછાળો

મુંબઈ: નવા વર્ષે ભારતીય શેર બજારે સામાન્ય વધારા સાથે કારોબારની શરૂઆત કરી. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 34.95 પોઈન્ટના વધારા સાથે 85,255 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્સચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 43 પોઈન્ટના વધારા સાથે 26,173 પર ખુલ્યો.
શરૂઆતના કારોબારમાં 1,284 શેરમાં વધારો, 728 શેરમાં ઘટાડો અમે 151 સ્થિર રહ્યા હતાં. શરૂઆતના કારોબારમાં ઓટો, મેટલ અને બેંકિંગ સેક્ટરના શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
નિફ્ટી-50 પર વિપ્રો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એટરનલ (ઝોમેટો), શ્રીરામ ફાઇનાન્સ અને ઇન્ટરગ્લોબ એવિએશન (ઇન્ડિગો)ના શેરોમાં સૌથી વધુ વધારો નોંધાયો, જ્યારે ITC, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, ONGC, સિપ્લા અને બજાજ ફાઇનાન્સના શેરોમાં ઘટાડો નોંધાયો.
નિફ્ટી-50 પર ટાટા સ્ટીલ, જિયો ફાઇનાન્શિયલ, એલ એન્ડ ટી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બજાજ ફિનસર્વના શેરોમાં પણ ઉછાળો નોંધાયો છે.
ગઈ કાલે 2025 ના છેલ્લા દિવસે ભારતીય શેર બજાર ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. સેન્સેક્સ 546 પોઈન્ટ (0.64%)ના વધારે 85,220.60 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50.191 પોઈન્ટ (0.74%)ના વધારા સાથે 26,129.60 પર બંધ થયો હતો.
યુએસ બજાર ગઈ કાલે સતત ચોથા દિવસે ઘટાડા સાથે બંધ થયું. S&P 500 0.7%, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ (DJIP) 0.6% અને નાસ્ડાક કમ્પોઝીટ 0.8%ના ઘટાડા સાથે બંધ થયા. યુએસ બજાર માટે 2025નું વર્ષ શાનદાર રહ્યું.
આજે એશિયન બજારોમાં રજા:
નવા વર્ષ નિમિતે આજે મોટાભાગના એશિયન બજારો બંધ છે. ગઈ કાલે હોંગકોંગનો સ્ટોક એક્સચેન્જ માટે 2025 માં 28% ના વાર્ષિક વધારા સાથે સમાપ્ત થયું, જે 2017 પછીનું તેનું સૌથી મજબૂત પ્રદર્શન છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 18% અને શેનઝેન કમ્પોઝિટ ઇન્ડેક્સ 29% ના વાર્ષિક વધારા સાથે બંધ થયા. ચાઇનાએક્સ પ્રાઇસ ઇન્ડેક્સ 50% ના તોતિંગ વધારા સાથે બંધ થયો.
યુએસ અને વેનેઝુએલા વચ્ચે તાણાવ સતત વધી રહ્યો છે, યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે વેનેઝુએલાની ચાર પેટ્રોલિયમ કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા છે, યુએસએ વેનેઝુએલાનાં ચાર ઓઈલ ટેન્કરોને બ્લોક કર્યા છે. જેને કારણે ઓઈલ પ્રાઈઝમાં વધારો નોંધાઈ શકે છે.
આ પણ વાંચો…2025માં SME IPO લિસ્ટિંગમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે, એકત્ર કર્યા રૂ. 2,088 કરોડ



