શેર બજાર

શેર બજારમાં રોનક પરત ફરી: સેન્સેક્સ-નિફ્ટી ગ્રીનમાં ઝોનમાં, આ શેરોમાં મોટો ઉછાળો

મુંબઈ: આ અઠવાડિયાના પહેલા બે દિવસ મોટા ઘટાડા બાદ, આજે બુધવારે સવારે ભારતીય શેરબજારમાં રોનક જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નેશનલ સ્ટોક્સ એક્સચેન્જ(NSE)નો નિફ્ટી-50 વધારા સાથે ખુલ્યા.

સવારે 10.09 વાગ્યે સેન્સેક્સ 259.61 (0.31%) પોઈન્ટ્સના વધારા સાથે 84,925.89 પર અને નિફ્ટી 77.90 (0.30%)પોઈન્ટ્સના વધારા સાથે 25,917.55 પર ટ્રેડ કરી રહ્યો હતો.

શરૂઆતના કારોબારમાં 1439 શેરમાં વધારો અને 727 શેરોમાં ઘટાડો નોંધાયો, જ્યારે 146 શેરમાં કોઈ ફેરફાર ન નોંધાયો, જે બજારમાં સકારાત્મક વલણો દર્શાવે છે. જેને કારણે રોકાણકારોએ રાહતની શ્વાસ લીધો છે.

શેરોમાં વધારો-ઘટાડો:
નિફ્ટી પર હિન્દાલ્કો, ટ્રેન્ટ, ટાટા સ્ટીલ, જિયો ફાઇનાન્શિયલ અને મેક્સ હેલ્થકેરમાં સૌથી વધુ વધારો નોંધાયો. શરૂઆતના કારોબારમાં મેટલ અને ફાઇનાન્શિયલ સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી રહી છે.

બીજી તરફ મજબુત ગણાતા ટાઇટન કંપની, બજાજ ફાઇનાન્સ, એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સ, ટીસીએસ અને સિપ્લા જેવા શેરોમાં ઘટાડો નોંધાયો હતો. આઇટી અને લાઈફ ઈન્સ્યોરન્સ સેક્ટરમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે

આ કારણે ગઈ કાલે ઘટાડો નોંધાયો:
યુએસ ફેડરલ રિઝર્વ નવા પોલિસી રેટ જાહેરાત કરે એ પહેલા બેંકિંગ અને ઓઇલ શેરોમાં પ્રોફિટ બુકિંગને કારણે ભારતીય શેરબજારો મંગળવારે સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયા હતાં. ગઈ કાલે મંગળવારે 436 પોઈન્ટ(0.51%) ના ઘટાડા સાથે 84,666.26 પર બંધ થયો હતો. નિફ્ટી-50 120.90(0.47%) 25,736.65 પર બંધ થયો હતો. મુખ્ય પ્રાઈવેટ બેંકો, ઓઈલ અને આઈટી શેરોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.

આપણ વાંચો:  સાબદા રહો, તમારા શેર ટ્રેડિંગ એકાઉન્ટનો દુરુપયોગ થઈ શકે છે!

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button