શેર બજાર

શેરબજારમાં કડાકો: સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો, આ સેક્ટરમાં ભારે વેચવાલી

મુંબઈ: આ અઠવાડિયાના પ્રથમ ત્રણ દિવસ દરમિયાન ભારતીય શેર બજારે રોકાણકારોને ખુશ કર્યા હતાં, પરંતુ આજે ગુરુવારે બજારે રોકાણકારોને ઝટકો આપ્યો છે. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 265 પોઈન્ટના ઘટાડા સાથે 83,968 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો બેંચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 69 પોઈન્ટના ઘટાડા સાથે 25,906 પર ખુલ્યો.

માર્કેટ બ્રેડ્થ પણ નબળી રહી, કુલ 1,105 શેરમાં વધારો નોંધાયો, જ્યારે 1658 શેરમાં ઘટાડો નોંધાયો, જ્યારે 150 શેરમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નહીં.

IT સેક્ટરમાં વેચાવલી:
શરૂઆતના કારોબારમાં IT શેરોમાં મોટો કડાકો નોંધાયો.. Infosys, Tech Mahindra, TCS, HCL Tech અને Wipro જેવી દિગ્ગજ IT કંપનીઓના શેરમાં ઘટાડો નોંધાયો. દરમિયાન, ONGC, NTPC, Eicher Motors, ICICI Bank અને Axis Bank જેવા શેરોમાં વધારો નોંધાયો.

આંતરરાષ્ટ્રીય બજારો પર નજર:
આજે શરૂઆત કારોબારમાં એશિયન બજારોમાં ઉછાળો જોવા મળ્યો, જેમાં જાપાનનાં ઇન્ડેક્સ નિક્કી 225એ પહેલી વાર 58,000 ની સપાટી વટાવી, નિક્કીમાં 0.44 ટકાનો વધારો નોંધાયો, જ્યારે ટોપિક્સ 0.68 ટકાનો વધરો નોંધાયો. દક્ષિણ કોરિયાનાં કોસ્પીમાં 1.12 ટકાનો વધારો નોંધાયો, જ્યારે કોસ્ડેક 0.22 ટકાનો વધારો નોંધાયો.

ગઈ કાલે બુધવારે યુએસ શેરબજારમાં ઘટાડો નોંધાયો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 66.74 પોઈન્ટ (0.13 ટકા)ના વધારા સાથે ઘટીને 50,121.40 પર બંધ થયો, જ્યારે S&P 500 લગભગ ફ્લેટ 6,941.47 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 0.16 ટકાના ઘટાડા સાથે 23,066.47 પર બંધ થયો.

ગઈ કાલે બુધવારે ભારતીય શેરબજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું, સેન્સેક્સ 40 પોઈન્ટના ઘટાડા સાથે 84,233 પર અને નિફ્ટી 18 પોઈન્ટના ઘટાડા સાથે 25,953 પર બંધ થયો હતો.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button