શેર બજાર

શેર બજારની ઘટાડા સાથે શરૂઆત; સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલા પોઈન્ટ્સનો ઘટાડો

મુંબઈ: આજે મંગળવારે શરૂઆતના કારોબારમાં ભારતીય શેર બજારમાં ઘટાડો નોધાયો, શરૂઆતના કારોબારમાં બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો ઇન્ડેક્સ સેન્સેક્સ 135.04 પોઈન્ટ ઘટીને 83,400.31 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જયારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી પણ 40.8 પોઈન્ટ ઘટીને 25,533.55 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

શરૂઆતના કારોબારમાં નિફ્ટી પર મેક્સ હેલ્થકેર, TCS, ટેક મહિન્દ્રા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ડૉ. રેડ્ડીઝ લેબ્સના શેરોમાં સૌથી વધુ વધારો નોંધાયો, જ્યારે બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, શ્રીરામ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ્સ અને SBI ના શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો.

સવારે 10.20 વાગ્યે સેન્સેક્સ 231.56 (0.28%) પોઈન્ટ્સના ના ઘટાડા સાથે 83,303.79 પર અને નિફ્ટી 67.45(0.26%) પોઈન્ટ્સના ઘટાડા સાથે 25,506.90 પર ટ્રેડ કરી રહ્યા હતાં.

રૂપિયો મજબુત થયો:
આજે શરૂઆતના કારોબારમાં યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 6 પૈસા વધીને 88.67 પર પહોંચ્યો હતો.
ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 88.79ના સ્તર પર ખુલ્યો અને બાદમાં વધીને 88.67 પર પહોંચ્યો, હતો. સોમવારે યુએસ ડોલર સામે રૂપિયો 88.73 પર બંધ થયો હતો.

આપણ વાંચો:  સ્ટોક માર્કેટ પર લેન્સકાર્ટનું નબળું લિસ્ટિંગ; મોટા ઘટાડા બાદ સામાન્ય રીકવરી

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button