શેર બજાર

સોમવારે શેરબજારની શુભ શરૂઆત: સેન્સેક્સ 84,000 ને પાર, આ સેક્ટર્સમાં તેજી

મુંબઈ: ભારતીય શેર બજાર પર અઠવાડિયાની શુભ શરૂઆત થઇ છે. આજે સોમવારે બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 597 પોઈન્ટના વધારા સાથે 84,177 પર ખુલ્યો, જયારે નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE) બેન્ચમાર્ક ઇન્ડેક્સ 195 પોઈન્ટના વધારા સાથે 25,889 પર ખુલ્યો.

શરૂઆતના કારોબારમાં નિફ્ટી પર બેંકિંગ, આઈટી અને મેટલ સેક્ટરમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. એસબીઆઈ, કોટક મહિન્દ્રા બેંક, એચસીએલ ટેક, ટાટા સ્ટીલ, જિયો ફાઇનાન્શિયલ અને ઇન્ફોસિસના શેરોમાં વધારો નોંધાયો છે. બીજી તરફ, પાવર ગ્રીડ કોર્પોરેશન, મેક્સ હેલ્થકેર, હિન્દુસ્તાન યુનિલિવર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એક્સિસ બેંક જેવા શેરો ઘટાડો નોંધાયો હતો.

એશિયન બજારોમાં તેજી:
આજે શરૂઆતના કારોબારમાં એશિયન બજારોમાં તેજી જોવા મળી રહી છે. જાપાનનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિક્કી-225 5.6 ટકાના ઉછાળા સાથે 57,000 ને પાર કરી કરીને અતિહાસિક સ્તરે પહોંચ્યો છે, જ્યારે ટોપિક્સ 3 ટકાથી વધુના વધારા સાથે રેકોર્ડ સ્તરે પહોંચ્યો. દક્ષિણ કોરિયાના કોસ્પી 4.15 ટકા અને કોસ્ડેકમાં 2.97 ટકાનો મોટો વધારો નોંધાયો.

શુક્રવારે યુએસ શેરબજારો વધારા સાથે બંધ થયા હતાં. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 2.47 ટકા વધીને 50,115.67 પર બંધ થયો, જે અત્યાર સુધી તેનું સૌથી ઊંચું સ્તર છે. S&P 500 1.97 ટકા વધીને 6,932.30 પર બંધ થયો. નાસ્ડેક 2.18 ટકાનાં વધારા સાથે 23,031.21 પર બંધ થયો.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ તેની મોનેટરી પોલિસી જાહેર કર્યા બાદ શુક્રવારે ભારતીય શેરબજાર વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 266 પોઈન્ટનાં વધારા સાથે 83,580 અને નિફ્ટી 50 પોઈન્ટના વધારા સાથે 25,693 પર બંધ થયો.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button