શેરબજાર સતત ત્રીજા દિવસે વધારા સાથે ખુલ્યું; આ શેરોમાં બમ્પર ઉછાળો

મુંબઈ: ભારતીય શેર બજારે આજે ફરી એક વાર ઉછાળા સાથે શરૂઆત કરી છે. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 65 પોઈન્ટના વધારા સાથે 84,339 પર ખુલ્યો. જ્યારે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 62 પોઈન્ટના વધારા સાથે 25,997 પર ખુલ્યો.
સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 21 કંપનીઓના વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યા, જયારે 9 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ખુલ્યા. નિફ્ટી 50 ની 50 કંપનીઓમાંથી 37 કંપનીઓના શેર વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યા અને 13 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ખુલ્યા.
સેન્સેક્સ પર ટાઇટનના શેરમાં સૌથી વધુ 2.26 ટકાનો વધારો નોંધાયો, જ્યારે BELના શેર આજે સૌથી વધુ 0.49 ટકાનો ઘટાડો નોંધાયો.
આ શેરોમાં વધારો:
સેન્સેક્સના પર એટરનલના શેરમાં 0.86 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 0.81 ટકા, ટેક મહિન્દ્રાના શેરમાં 0.54 ટકા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના શેરમાં 0.52 ટકા, HCL ટેકના શેરમાં 0.35 ટકા, NTPCના શેરમાં 0.33 ટકા, કોટક મહિન્દ્રા બેંકના શેરમાં 0.33 ટકા, TCSના શેરમાં 0.32 ટકા, ટાટા સ્ટીલના શેરમાં 0.26 ટકા, બજાજ ફિનસર્વના શેરમાં 0.26 ટકા, ઇન્ફોસિસના શેરમાં 0.24 ટકા, ICICI બેંકના શેરમાં 0.19 ટકા, એશિયન પેઇન્ટ્સના શેરમાં 0.19 ટકા, મારુતિ સુઝુકીના શેરમાં 0.14 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 0.08 ટકા, ઇન્ડિગોના શેરમાં 0.06 ટકા, બજાજ ફાઇનાન્સના શેરમાં 0.06 ટકા, ITCના શેરમાં 0.05 ટકા, સન ફાર્માના શેરમાં 0.04 ટકા અને L&Tના શેર 0.02 ટકાનો ઘટાડો નોંધાયો.
આ શેરોમાં ઘટાડો:
અલ્ટ્રાટેક સિમેન્ટના શેરના શેર 0.26 ટકા, HDFC બેંકના શેર 0.24 ટકા, અદાણી પોર્ટ્સના શેર 0.23 ટકા, ટ્રેન્ટના શેર 0.22 ટકા, ભારતી એરટેલના શેર 0.20 ટકા, હિન્દુસ્તાન યુનિલિવરના શેર 0.11 ટકા, પાવરગ્રીડના શેર 0.08 ટકા અને એક્સિસ બેંકના શેર 0.07 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.
આંતરરાષ્ટ્રીય બજારો પર એક નજર:
આજે એશિયન બજારોમાં શરૂઆતના કારોબારમાં તેજી જોવા મળી રહી છે. જાપાનનાં બજારો જાહેર રજાને કારણે આજે બંધ રહેશે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.18 ટકાના વધારા સાથે, જ્યારે કોસ્ડેક 0.33 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો હતો.
ગીફ્ટ નિફ્ટી 26,056 ની આસપાસ કારોબાર કરી રહ્યો હતો, જે નિફ્ટી ફ્યુચર્સના પાછલા બંધ કરતા લગભગ 70 પોઈન્ટનો વધુ છે.
મંગળવારે યુએસ શેરબજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું, જેમાં ડાઉ જોન્સ સતત ત્રીજા દિવસે રેકોર્ડ સ્તર પર બંધ રહ્યો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 52.27 પોઈન્ટ(0.10 ટકા)ના વધારા સાથે 50,188.14 પર બંધ થયો હતો, જ્યારે S&P 500 23.01 પોઈન્ટ(0.33 ટકા)ના ઘટાડા સાથે 6,941.81 પર બંધ થયો હતો. નાસ્ડેક કમ્પોઝિટ 136.20 પોઈન્ટ(0.59 ટકા)ના ઘટાડા સાથે 23,102.47 પર બંધ થયો.



