શેર બજાર

અઠવાડિયાના પહેલા દિવસે શેરબજારની શુભ શરૂઆત; સેન્સેક્સ-નિફ્ટીમાં આટલો ઉછાળો

અઠવાડિયાના પહેલા દિવસે શેરબજારની શુભ શરૂઆત; સેન્સેક્સ-નિફ્ટીમાં આટલો ઉછાળોમુંબઈ: આજે અઠવાડિયાના પહેલા ટ્રેડીંગ દિવસે ભારતીય શેર બજાર ઉછાળા સાથે ખુલ્યું. શરૂઆતના કારોબારમાં બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેંચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 230.03 પોઈન્ટના વધારા સાથે 83,446.31 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 81.5 પોઈન્ટ વધીને 25,573.80 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

નિફ્ટી પર એશિયન પેઇન્ટ્સ, L&T, હિન્ડાલ્કો, જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, જ્યારે ટ્રેન્ટ, એપોલો હોસ્પિટલ્સ, મેક્સ હેલ્થકેર, મારુતિ સુઝુકી અને ડૉ. રેડ્ડીઝ લેબ્સમાં ઘટાડો નોંધાયો છે.

રૂપિયો નબળો પડ્યો:
આજે શરૂઆતના કારોબારમાં યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 4 પૈસા નબળો પડ્યો, એક ડોલર સામે રૂપિયો 88.69ના સ્તર પર પર આવી હતો. વિદેશી બજારોમાં ડોલર મજબુત થતા અને ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે રૂપિયો ગગડ્યો છે.

એશિયન બજારોમાં તેજી:
સોમવારે શરૂઆતના કારોબારમાં એશિયન બજારોમાં તેજી જોવા મળી રહી છે. જાપાનનો નિક્કી 225 0.63%ના વધારા સાથે ટ્રેડ થઇ રહ્યો હતો, જ્યારે ટોપિક્સમાં 0.37%નો વધારો નોંધાયો. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 2.01%નો વધારો નોંધાયો, જ્યારે કોસ્ડેક ફ્લેટ રહ્યો.

શુક્રવારે ભારતીય શેરબજાર સતત ત્રીજા સેશનમાં ઘટાડા સાથે બંધ થયું. સેન્સેક્સ 94.73 પોઈન્ટ ઘટીને 83,216.26પર બંધ થયો, જ્યારે નિફ્ટી 17.40 પોઈન્ટ ઘટીને 25,492.30 પર બંધ થયો.

આપણ વાંચો:  સપ્તાહ દરમિયાન ટોચની 10 કંપનીઓ પૈકી સાત કંપનીઓના માર્કેટકેપમાં રૂ. 88,635 કરોડનું ધોવાણ, એરટેલ, ટીસીએસ મોખરે

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button