
મુંબઈ: આજે અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે ભારતીય શેરબજારે સારી શરૂઆત નોંધાવી છે. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 88 પોઈન્ટ વધીને 85,320 પર ખુલ્યો. નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 54 પોઈન્ટ વધીને 26,122 પર ખુલ્યો.
શરૂઆતના કારોબારમાં ટેક મહિન્દ્રા, હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, TCS, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, ICICI બેંક નિફ્ટીમાં સૌથી વધુ વધારો નોંધાયો હતો, જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, SBI લાઇફ ઇન્શ્યોરન્સ, ટ્રેન્ટ, એપોલો હોસ્પિટલ્સ, સિપ્લાના શેરોના ઘટાડો નોંધાયો હતો. IT અન PSU બેંક ઇન્ડેક્સમાં 0.5-1 ટકાનો વધારો નોંધાયો.
આજે શરૂઆતના કારોબારમાં, યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો રેકોર્ડ નીચા સ્તરેથી થોડો સુધર્યો. બેંકો દ્વારા યુએસ ડોલરના વેચાણ અને વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને કારણે, શરૂઆતના કારોબારમાં ડોલર સામે રૂપિયો 49 પૈસા મજબુત થઇને 89.17 પર પહોંચ્યો.
શુક્રવારે, રૂપિયો યુએસ ડોલર સામે 98 પૈસા ઘટીને 89.66 ના સૌથી નીચા સ્તરે પહોંચ્યો હતો.



