ગત અઠવાડિયે ભારે ધોવાણ પછી રોકાણકારોને રાહત! આજે તેજીના સંકેત સાથે બજાર ખુલ્યું

મુંબઈ: ગત અઠવાડિયે મોટા ધોવાણ બાદ આજે નવા અઠવાડિયાના પહેલા દિવસે ભારતીય શેર બજાર પોઝીટીવ સંકેતો સાથે ખુલ્યું. આજે શરૂઆતના કારોબારમાં બોમ્બે સ્ટોક્સ એક્સચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 135.79 પોઈન્ટના વધારા સાથે 80,562.25 પર ટ્રેડ કરી રહ્યો હતો. જયારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી-50 46.85 પોઈન્ટના વધારા સાથે 24,701.55 પર ટ્રેડ થઇ રહ્યો હતો.
આજે શરૂઆતના ટ્રેડિંગમાં ટાઇટન કંપની, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, બજાજ ફાઇનાન્સ અને જિયો ફાઇનાન્સિયલના શેરોમમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ, એક્સિસ બેંક, મારુતિ સુઝુકી, એશિયન પેઇન્ટ્સ, ટાટા કન્ઝ્યુમર અને હીરો મોટોકોર્પના શેરો ઘટાડા સાથે ખુલ્યા.
આજે શરૂઆતમાં કારોબારમાં BSE મિડકેપ ઇન્ડેક્સમાં 0.4 ટકાનો વધારો નોંધાયો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.2 ટકાનો સામાન્ય વધારો નોંધાયો હતો.
સેકટોરલ ઇન્ડેક્સ પર નજર કરીએ તો FMCG ઇન્ડેક્સ 0.6 ટકા ઘટ્યો. IT, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, પાવર, રિયલ્ટી અને કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સમાં 0.5 ટકાનો વધારો નોંધાયો.
આજે સોમવારે શરૂઆતમાં ડોલર સામે રૂપિયાને મજબૂતી મળી હતી, સોમવારે રૂપિયો 3 પૈસા મજબુત થયો હતો.
અઠવાડિયાના શરૂઆતમાં બજારના પોઝીટીવ સંકેત મળતા રોકાણકારોને રાહત થઇ છે.
આપણ વાંચો: મૂડીબજારનો વિક્રમી મહિનો: વધુ ૭૦ કંપનીઓની રૂપિયા એક લાખ કરોડ ઉધરાવશે!