શેર બજાર

સોમવારે માર્કેટ ખુલતાની સાથે જ કડાકો! સેન્સેક્સ અને નિફ્ટી આટલા ઘટાડા સાથે ખુલ્યા

મુંબઈ: આજે અઠવાડિયાના પહેલા દિવસે ભારતીય શેર બજારે ઘટાડા સાથે કારોબાર શરુ કર્યો. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ 375 પોઈન્ટના ઘટાડા સાથે 84,891 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 116 પોઈન્ટના ઘટાડા સાથે 25,930 પર ખુલ્યો.

શરૂઆતના કારોબારમાં નિફ્ટી પર શ્રીરામ ફાઇનાન્સ અને ICICI બેંકના શેરમાં સૌથી વધુ વધારો નોંધાયો, જ્યારે ટ્રેન્ટ, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, NTPC, ONGC, મેક્સ હેલ્થકેરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો.

ગત અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે સેન્સેક્સ 450 પોઈન્ટ(0.53%)ના વધારા સાથે 85,267.66 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 148 પોઈન્ટ(0.57%) વધારા સાથે 26,046.95 પર બંધ થયો હતો.

યુએસ શેર બજારમાં ઘટાડો:

યુએસ બજારો શુક્રવારે ઘટાડા સાથે બંધ થયા હતાં. S&P 500 1.07%ના ઘટાડા સાથે 6,827.41 પર બંધ થયો, જ્યારે Nasdaq Composite 1.69%ના ઘટાડા સાથે 23,195.17 પર બંધ થયો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 245.96 પોઈન્ટ(0.51%)ના ઘટાડા સાથે 48,458.05 પર બંધ થયો.

એશિયન શેર બજારોનો નબળી શરૂઆત:

આજે સોમવારે એશીયન બજારોએ પણ ઘટાડા સાથે કારોબાર શરુ કર્યો. MSCI નો પ્રાદેશિક ઇક્વિટી ઇન્ડેક્સ 0.4% ઘટ્યો. હેંગ સેંગ ફ્યુચર્સમાં 1%નો ઘટાડો નોંધાયો, જયારે ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200માં 0.8%નો ઘટાડો નોંધાયો. યુરો સ્ટોક્સ-50 ફ્યુચર્સમાં 0.1%નો વધારો નોંધાયો.

આ પણ વાંચો…સાબદા રહો, તમારા શેર ટ્રેડિંગ એકાઉન્ટનો દુરુપયોગ થઈ શકે છે!

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button