શેર બજાર

બજેટના આંચકા બાદ આજે પણ શેરબજારની સુસ્ત શરૂઆત: આ શેરોમાં ઉતારચઢાવ

મુંબઈ: ગઈ કાલે બજેટ દિવસના દિવસે જંગી ઘટાડા બાદ આજે ભારતીય શેરબજારે આજે સામાન્ય ઘટાડા સાથે કારોબાર શરુ કર્યો. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ 167 પોઈન્ટના ઘટાડા સાથે 80,555 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્સચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ 28 પોઈન્ટના ઘટાડા સાથે 24,796 પર ખુલ્યો.

આજે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સમાં સામેલ 30 કંપનીઓમાંથી 12 કંપનીઓના વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યા અને બાકીની બધી 18 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ખુલ્યા. નિફ્ટી 50 ની 50 કંપનીઓમાંથી ફક્ત 14 કંપનીઓના ગ્રીન સિગ્નલમાં ખુલ્યા અને બાકીની બધી 36 કંપનીઓના શેર રેડ સિગ્નલમાં ખુલ્યા.

આ શેરોના ભાવમાં ઉતારચઢાવ:
સેન્સેક્સની કંપનીઓમાં BEL ના શેરમાં સૌથી વધુ 2.55 ટકાનો નોંધાયો,જ્યારે ITC ના શેર આજે સૌથી વધુ 1.94 ટકાનો ઘટાડો નોંધાયો.

સેન્સેક્સની L&T ના શેરમાં 2.06 ટકા, અદાણી પોર્ટ્સના શેરમાં 1.63 ટકા, એશિયન પેઇન્ટ્સના શેરમાં 1.52 ટકા, ઇન્ડિગોના શેરમાં 1.21 ટકા, કોટક મહિન્દ્રા બેંકના શેરમાં 0.39 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં 0.20 ટકા, ICICI બેંકના શેરમાં 0.17 ટકા, ઇટરનલના શેરમાં 0.11 ટકા, HCL ટેકના શેરમાં 0.08 ટકા, ટેક મહિન્દ્રાના શેરમાં 0.06 ટકા અને ટાટા સ્ટીલના શેરમાં 0.03 ટકાનો વધારો નોંધાયો.

સેન્સેક્સ પર NTPCના શેરમાં 1.71 ટકા, ટાઇટનના શેરમાં 1.30 ટકા, બજાજ ફિનસર્વના શેરમાં 1.21 ટકા, બજાજ ફાઇનાન્સના શેરમાં 0.94 ટકા, ટ્રેન્ટના શેરમાં 0.86 ટકા, ઇન્ફોસિસના શેરમાં 0.80 ટકા, ભારતી એરટેલના શેરમાં 0.56 ટકા, હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં 0.53 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 0.53 ટકા, TCSના શેરમાં 0.36 ટકા, મારુતિ સુઝુકીના શેરમાં 0.33 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 0.32 ટકા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શેરમાં 0.27 ટકા, HDFC બેંકના શેરમાં 0.15 ટકા, સન ફાર્માના શેરમાં 0.15 ટકા, પાવરગ્રીડના શેરમાં 0.06 ટકા અને એક્સિસ બેંકના શેર 0.01 ટકાનો ઘટાડો નોંધાયો.

આંતરરાષ્ટ્રીય બજારો પર નાજર:
આજે શરૂઆતના કારોબારમાં એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. જાપાનના ઇન્ડેક્સ નિક્કી 225માં 0.13% નો વધરો નોંધાયો જ્યારે દક્ષિણ કોરિયાના કોસ્પી 2.5%નો ઘટાડો નોંધાયો.

શુક્રવારે યુએસ શેરબજાર ઘટાડા સાથે સ્તરે બંધ થયા હતાં. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ, S&P 500 અને નાસ્ડેક તમામ ઇન્ડેક્સ ઘટ્યા હતા.

ગઈ કાલે રવિવારે સેન્સેક્સ 1,546.84 પોઈન્ટ (1.88 ટકા) ના ઘટાડા સાથે 80,722.94 પોઈન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટી 495.20 પોઈન્ટ (1.96 ટકા) ના ઘટાડા સાથે 24,825.45 પોઈન્ટ પર બંધ થયો હતો.

આપણ વાંચો:  બજેટ ૨૦૨૬: મધ્યમ વર્ગ અને રોકાણકારો માટે નિરાશાજનક

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button