શેરબજારની સપાટ શરૂઆત: સેન્સેક્સ-નિફ્ટીમાં સામાન્ય ઘટાડો, આ શેરોએ નિરાશ કર્યા | મુંબઈ સમાચાર

શેરબજારની સપાટ શરૂઆત: સેન્સેક્સ-નિફ્ટીમાં સામાન્ય ઘટાડો, આ શેરોએ નિરાશ કર્યા

મુંબઈ: ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આજે ભારતીય શેર બજારે સપાટ શરૂઆત નોંધાવી (Indian Stock Market opening) છે. સવારે સાડા નવ વાગ્યે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 18.4 પોઈન્ટના ઘટાડા સાથે 81426.26 પર ટ્રેડ થઈ રહ્યો હતો. તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી પણ 1.8 પોઈન્ટના ઘટાડા સાથે 24810.25 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી બેંક 32.95 પોઈન્ટના વધારા સાથે 55861.70 પર ટ્રેડ થઇ રહ્યો હતો.

આપણ વાંચો:  ફેડરલ રિઝર્વની બેઠકની ફળશ્રુતિ પૂર્વે વૈશ્વિક સોનામાં નરમાઈ

શેર બજારના શરૂઆતના કારોબાર દરમિયાન ઓટો, કેપિટલ ગુડ્સ, પાવર, રિયલ્ટી, મીડિયા સેક્ટરમાં લગભગ 0.5-0.5 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે IT અને PSU બેંકોમાં 0.5-0.5 ટકાનો ઘટડો નોંધાયો હતો.

આજે નિફ્ટી પર શરૂઆતના કારોબારમાં TCS, Tech Mahindra, HCL Technologies, HUL, JSW Steelના શેરો સૌથી વધારે ઘટાડો નોંધાયો, જ્યારે ટાઇટન કંપની, મારુતિ સુઝુકી, ટ્રેન્ટ, ભારતી એરટેલ, એક્સિસ બેંકના શેરોમાં વધારો નોંધાયો.

શરૂઆતના કારોબારમાં BSE મિડકેપ ઇન્ડેક્સ સ્ટેબલ રહ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.5 ટકાનો વધારો નોંધાયો હતો.

અમેરિકા ઈરાન પર સીધો હુમલો કરે તેવી શક્યતાને જોતા ઇક્વિટીમાં ઘટાડો નોંધાયો છે. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે ભવિષ્યમાં ફુગાવામાં વધારો થવાની ચતવણી આપી હતી.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button