વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય શેરબજારની સાધારણ શરૂઆત! રૂપિયો વધુ તુટ્યો

મુંબઈ: આજે અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે ભારતીય શેર બજારે સાધારણ શરૂઆત નોંધાવી. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 121 પોઇન્ટના ઘટાડા સાથે 85,640 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 5 પોઇન્ટના વધારા સાથે 26,333 પર ખુલ્યો, શરૂઆતના કારોબારમાં બંને ઇન્ડેક્સમાં સામાન્ય વધારો જોવા મળ્યો હતો.
શરૂઆતના કારોબારમાં, નિફ્ટીના 1,184 શેર વધારા સાથે, 1,387 શેર ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતાં, જયારે 115 શેરમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નહીં. શરૂઆતના કારોબારમાં BSE મિડકેપ ઇન્ડેક્સમાં 0.29 ટકાનો વધારો નોંધાયો, જ્યારે BSE સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.02 ટકાનો વધારો નોંધાયો.
શેરોમાં વધરો ઘટાડો:
આજે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ પર BELમાંસૌથી વધુ 0.98 ટકાનો વધારો નોંધાયો, આ ઉપરાંત SBI, બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેંક અને રિલાયન્સના શેરોમાં વધારો નોંધાયો. બીજી તરફ, HCL ટેકમાં સૌથી વધી 1.36 ટકાનો વધારો નોંધાયો, આ ઉપરાંત ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, ટ્રેન્ટ અને TCS ના શેરોમાં ઘટાડો નોંધાયો.
બ્રેન્ટ ક્રૂડ ઓઇલમાં ઉતારચઢાવ:
શનિવારે યુએસએ વેનેઝુએલા પર કરેલા હુમલાને કારણે શરૂઆતના એશિયન ટ્રેડિંગમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં 1.2% જેટલો ઘટાડો નોંધાયો હતો, ત્યાર બાદ ભાવ સહેજ વધીને $60.91 પ્રતિ બેરલ થયો. વેનેઝુએલામાં પરિસ્થિતિને આધારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં ઉતારચઢાવ આવી શકે છે.
એશિયન માર્કેટ:
એશિયન ઇક્વિટીઝ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા છે. રોકાણકારોએ ટેકનોલોજી શેરોમાં રોકાણ વધારી રહ્યા છે. એશિયન પ્રદેશના MSCI નો બેન્ચમાર્ક સ્ટોક ઇન્ડેક્સમાં 1.5%નો વધારો નોંધાયો. સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ જેવી સેમિકન્ડક્ટર કંપનીના શેરોમાં મોટો વધારો નોંધાયો છે. GIFT નિફ્ટી 11 પોઈન્ટના વધારા સાથે 26544 પર કારોબાર કરી રહ્યો હતો.
રૂપિયો તુટ્યો:
નોંધનીય છે કે ભારતીય શેરબજારે નવા વર્ષ 2026 ની શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ શનિવારે યુએસએ વેનેઝુએલા વૈશ્વિક વેપારને મોટો ફટકો પડી શકે છે, જેની અસર ભારતીય શેરબજાર પર થઇ શકે છે. યુએસ ડોલરની માંગમાં વધારો થતાં સોમવારે ભારતીય રૂપિયો 4 પૈસાનો તૂટીને 90.24 પર ખુલ્યો.



