
મુંબઈ: આજે પણ ભારતીય શેરબજારે ઘટાડા સાથે કારોબાર શરુ કર્યો. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 84022.09 અને નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 25,840.40 પોઈન્ટ પર ખુલ્યો.
આજે શરૂઆતના કારોબારમાં નિફ્ટી પર સૌથી વધુ ઉછાળો ઇટરનલ, ઓએનજીસી, એશિયન પેઇન્ટ્સ, ભારત ઇલેક્ટ્રોનિક્સ અને એચસીએલ ટેક્નોલોજીના શેરોમાં નોંધાયો, જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝ, આઇસીઆઇસીઆઇ બેંક, અદાણી પોર્ટ્સ, એનટીપીસી અને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ સૌથી વધુ ઘટાડો નોંધાયો.
શરૂઆતના કારોબારમાં સેન્સેક્સની 30 માંથી 19 કંપનીઓના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે.
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.5% થી 1% નો ઘટાડો નોંધાઈ રહ્યો છે. રિયલ્ટી, પાવર, મીડિયા અને હેલ્થકેર સેક્ટરના શેરોમાં 0.5% થી 1%નો ઘટાડો નોંધાઈ રહ્યો છે, જ્યારે ટેલિકોમ, પીએસયુ બેંકો અને તેલ અને ગેસ સેક્ટરના શેરોમાં લગભગ 0.5% નો વધરો નોંધાઈ રહ્યો છે.
આ પણ વાંચો…શેરબજારમાં સાત લાખ કરોડ સ્વાહા! ટ્રમ્પ હવે શું કર્યું?
રૂપિયો નબળો પડ્યો:
શરૂઆતના કારોબારમાં યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડ્યો. અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો 7 પૈસા ઘટીને 89.97 પર પહોંચ્યો હતો. ફોરેક્સ નિષ્ણાતોના મતે, યુએસ દ્વારા ભારત પર ટેરિફ વધારવાની શક્યતાને કારણે વિદેશી રોકાણકારોએ ભારતીય ઇક્વિટી બજારોમાં વેચાણ કરી રહ્યા છે.
ગઈ કાલે ગુરુવારે સેન્સેક્સ 780.18 પોઈન્ટ(0.92 %)ના ઘટાડા સાથે 84,180.96 પર બંધ થયો હતો, નિફ્ટી 263.90 પોઈન્ટ(1.01%)ના ઘટાડા સાથે 25,876.85 પર બંધ થયો હતો.
આ પણ વાંચો…સેન્સેક્સમાં ચાર દિવસમાં ૧૬૦૦ પોઇન્ટના કડાકા, આગળ શું થશે?



