શેર બજાર

શેરબજાર માટે બ્લેક ફ્રાઈડે! સેન્સેક્સમાં મોટા કડાકો, IT શેરોમાં ભારે વેચવાલી

મુંબઈ: અઠવાડિયાનો છેલ્લો કારોબારી દિવસ ભારતીય શેર બજાર માટે ‘બ્લેક ફ્રાઈડે’ સાબિત થાય એવી સંકેતો દેખાઈ રહ્યા છે, બજાર મોટા ઘટાડા સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 772 પોઈન્ટના ઘટાડા સાથે 82,902 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 236 પોઈન્ટના ઘટાડા સાથે 25,571 પર ખુલ્યો, IT શેરો સૌથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે.

ગઈ કાલે ગુરુવારે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 558 પોઈન્ટના ઘટાડા સાથે 83,674 પર બંધ થયો અને નિફ્ટી 146 પોઈન્ટના ઘટાડા સાથે 25,807 પર બંધ થયો હતો.

એશિયન બજારોમાં ઘટાડો:
આજે એશીયન બજાર પર શરૂઆતના કારોબારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કી-225 1.69 ટકાના ઘટાડા સાથે અને ટોપિક્સ 0.58 ટકા ઘટાડા સાથે ખુલ્યો. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 0.48 ટકાનો ઘટાડો નોંધાયો, જ્યારે કોસ્ડેકમાં 1.36 ટકાનો ઘટાડો નોંધાયો.

યુએસમાં IT શેર તૂટ્યા:
ગુરુવારે યુએસ શેરબજાર પણ ઘટાડા સાથે બંધ થયા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 669.42 પોઈન્ટ (1.34 ટકા)ના ઘટાડા સાથે 49,451.98 પર અને S&P 500 108 પોઈન્ટ (1.57 ટકા)ના ઘટાડા સાથે 6,832.76 પર બંધ થયો હતો. નાસ્ડેક કમ્પોઝિટ 469.32 પોઈન્ટ (2.03 ટકા)ના ઘટાડા સાથે 22,597.15 પર બંધ થયો હતો.

ગુરુવારે યુએસ બજારોમાં એપલના શેરમાં 5 ટકા, એનવિડિયાના શેરમાં 1.61 ટકા, એએમડીના શેરમાં 3.58 ટકા, એમેઝોનના શેરમાં 2.25 ટકા, માઈક્રોસોફ્ટના શેરમાં 0.63 ટકા, મેટાટ્રેડરના શેરમાં 2.82 ટકા અને ટેસ્લાના શેરમાં 2.62 ટકાનો ઘટાડો નોંધાયો હતો. યુએસમાં IT કંપનીઓના શેરોમાં ઘટાડાની અસર ભારતીય શેર બજારમાં IT સેક્ટર પર જોવા મળી રહી છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button