વર્ષના છેલ્લા અઠવાડિયે શેર બજારની સામાન્ય શરૂઆત: આ શેરો વધારા સાથે ખુલ્યા

મુંબઈ: આજે વર્ષ 2025ના છેલ્લા અઠવાડિયાના પહેલા દિવસે ભારતીય શેર બજારે સાધારણ શરૂઆત નોંધાવી. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 36 પોઈન્ટના ઘટાડા સાથે 85,004 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્સચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 21 પોઈન્ટના વધારા સાથે 26,063 પર ખુલ્યો.
શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં સામેલ મોટાભાગની કંપનીઓના શેર ગ્રિન ઝોનમાં કારોબાર કરી રહ્યા હતાં. સેન્સેક્સની 30 માંથી 22 કંપનીઓના શેર ગ્રિન ઝોનમાં અને 7 કંપનીઓના શેર રેડ ઝોનમાં ખુલ્યા, જ્યારે સન ફાર્માના શેર આજે કોઈ ફેરફાર વગર ખુલ્યો. નિફ્ટીની 50 કંપનીઓમાંથી 26 કંપનીઓના શેર ગ્રિન ઝોનમાં, જ્યારે 23 કંપનીઓના શેર રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા હતા અને એક કંપનીના શેર કોઈપણ ફેરફાર વિના ખુલ્યા.
સેન્સેક્સ કંપનીઓમાં BEL ના શેરમાં સૌથી વધુ 1.07 %નો વધારો નોંધાયો, જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં સૌથી વધુ 0.38 %નો ઘટાડો નોંધાયો.
આ શેરોમાં વધારો:
આજે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સની પર ઇન્ફોસિસના શેરમાં 0.88 %, ટાઇટનમાં 0.57 %, ટ્રેન્ટમાં 0.49 %, NTPCમાં 0.43 %, એશિયન પેઇન્ટ્સમાં 0.43 %, ટેક મહિન્દ્રામાં 0.42 %, HDFC બેંકમાં 0.38 %, બજાજ ફાઇનાન્સમાં 0.37 %, ટાટા સ્ટીલમાં 0.30 %, મારુતિ સુઝુકીમાં 0.29 %, કોટક મહિન્દ્રા બેંકમાં 0.29 %, હિન્દુસ્તાન યુનિલિવરમાં 0.26 %, ICICI બેંકમાં 0.25 %, ટાટા મોટર્સ પેસેન્જરમાં 0.21 %, SBIમાં 0.20 %, ભારતી એરટેલમાં 0.20 %, TCSમાં 0.16 %, એક્સિસ બેંકમાં 0.16 %, L&Tમાં 0.09 %, ઇટરનલમાં 0.07 % અને પાવરગ્રીડના શેરમાં 0.02 %નો વધારો નોંધાયો.
આ શશેરોમાં ઘટાડો:
જ્યારે, આજે શરૂઆતના કારોબારમાં અદાણી પોર્ટ્સના શેરમાં 0.35 %, HCL ટેકમાં 0.28 %, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 0.22 %, ITCમાં 0.10 %, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 0.06 % અને બજાજ ફિનસર્વ 0.04 %નો ઘટાડો નોંધાયો.
એશિયન બજારો પર એક નજર:
એશિયન બજારોના શરૂઆતના કારોબારમાં મિશ્રિત વલણો જોવા મળી રહ્યા છે. જાપાનનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિક્કી-225માં 0.55%નો ઘટાડો નોંધાયો, જ્યારે ટોપિક્સમાં 0.26%નો ઘટાડો નોંધાયો. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 0.62%નો વધારો અને કોસ્ડેકમાં 0.19%નો વધારો નોંધાયો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ 8.9 પોઈન્ટ્સના સામાન્ય ઘટાડા સાથે 25,810 પર ખુલ્યો. ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 સ્થિર ટ્રેડ કરી રહ્યો હતો.
યુએસ બજાર સામાન્ય ઘટાડા સાથે બંધ થયા હતાં:
શુક્રવારે યુએસના શેરબજારો નોંધપાત્ર વધારા કે ઘટાડા વગર બંધ થયા, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ (DJIAO) 0.04%ના ઘટાડા સાથે 48,710.97, S&P 500 0.03%ના ઘટાડા સાથે 6,929.94 અને નાસ્ડાક 0.09% ના ઘટાડા સાથે 23,593.10 બંધ થયા. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની શક્યતાને કારણે ડોલર નબળો પડ્યો.
આપણ વાંચો: 2025માં SME IPO લિસ્ટિંગમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે, એકત્ર કર્યા રૂ. 2,088 કરોડ



