શેર બજાર

છેલ્લા દિવસે શેરબજારની ધમાકેદાર શરૂઆત: સેન્સેક્સ-નિફ્ટી આટલા ઉછાળા સાથે ખુલ્યા

મુંબઈ: આજે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજારે મજબૂત શરૂઆત નોંધાવી. બોમ્બે સ્ટોક્સ એક્સચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 274 પોઈન્ટના વધારા સાથે 84,756 પર ખુલ્યો. નેશનલ સ્ટોક્સ એક્સચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 95 પોઈન્ટના વધારા સાથે 25,911 પર ખુલ્યો.

આજે શરૂઆતના કારોબારમાં કુલ 1,347 શેર વધારા સાથે, 761 શેર ઘટાડા સાથે અને 180 શેર કોઈ વધારા કે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતાં. શરૂઆતના કારોબારમાં મેક્સ હેલ્થકેર, ટીસીએસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટ્રેન્ટ અને એલ એન્ડ ટીના શેરોમાં વધારો નોંધાયો. શ્રીયમ ફાઇનાન્સ, ટાઇટન કંપની, ડીઆર રેડ્ડીઝ લેબ્સ, એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ અને આઈસીઆઈસીઆઈ બેંકના શેરોમાં ઘટાડો નોંધાયો..

યુએસ માર્કેટમાં તેજી:

ગુરુવારે યુએસ શેર માર્કેટ વધારા સાથે બંધ થયા હતાં. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 65.88 પોઈન્ટ(0.14%) વધીને 47,951.85 પર, S&P 500 53.33 પોઈન્ટ(0.79%)ના વધારા સાથે 6,774.76 પર અને નાસ્ડેક કમ્પોઝિટ 313.04 પોઈન્ટ (1.38%)ના વધારા સાથે 23,006.36 પર બંધ થયા હતા.

એશિયન માર્કેટ્સની પોઝીટીવ શરૂઆત:

આજે શરૂઆતના કારોબારમાં જાપાન અને ઓસ્ટ્રેલિયામાં વધારો નોંધાયો. હેંગ સેંગ ફ્યુચર્સ 0.6%, જાપાનના ટોપિક્સમાં 0.5% અને ઓસ્ટ્રેલિયાના S&P/ASX 200 માં 0.5% નો વધારો નોંધાયો. યુરો સ્ટોક્સ 50 ફ્યુચર્સમાં 1%નો વધારો નોંધાયો. નિફ્ટી ફ્યુચર્સમાં 0.236%નો વધરો નોંધાયો.

આ દરમિયાન, બેંક ઓફ જાપાને 30 વર્ષમાં પહેલી વાર વ્યાજ દરમાં 0.75%નો વધારો કર્યો.

ગઈ કાલે ગુરુવારે સેન્સેક્સ 78 પોઈન્ટ(0.09%૦ન ઘટાડા સાથે 84,481.81 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 3 પોઈન્ટના ઘટાડા સાથે 25,815.55 પર બંધ થયો હતો.

આ પણ વાંચો…શૅરબજારમાં મીશોનું ધમાકેદાર લિસ્ટિંગઃ 46 ટકાના પ્રીમિયમથી શરૂઆત, એક્વસ અને વિદ્યા વાયર્સના લિસ્ટિંગમાં પણ ઉછાળો

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button