Top Newsશેર બજાર

બજેટ પહેલા શેરબજાર સામાન્ય વધારા સાથે ખુલ્યું; સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો…

મુંબઈ: આજે નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સંસદમાં કેન્દ્રીય બજેટ 2026 રજુ કરવાના છે, માટે રવિવાર હોવા છતાં ભારતીય શેરબજાર ખૂલું રહેશે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 119.19 (૦.14%)ના વધારા સાથે 82,388.97 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી-50 13.10પોઈન્ટ (0.05%)ના વધારા સાથે 25,333.75 પર ખુલ્યો.

શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ પર BELના શેરમાં 0.81 ટકા, HDFC બેંકના શેરમાં 0.60 ટકા, પાવરગ્રીડના શેરમાં 0.41 ટકા, એક્સિસ બેંકના શેરમાં 0.38 ટકા, ICICI બેંકના શેરમાં 0.28 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં 0.12 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 0.11 ટકા અને ટાઇટન ના શેરમાં 0.03 ટકાનો વધારો નોંધાયો.

આ પણ વાંચો…શેરબજાર પર કોની અસર પડશે… બજેટ કે ટ્રમ્પ?

શરૂઆતના કારોબારમાં એટરનલના શેર 1.35 ટકા, ઇન્ફોસિસ 10.6 ટકા, ટેક મહિન્દ્રા 1.02 ટકા, ટ્રેન્ટ 0.99 ટકા, એચસીએલ ટેક 0.84 ટકા, એનટીપીસી 0.79 ટકા, આઇટીસી 0.74 ટકા, અદાણી પોર્ટ્સ 0.69 ટકા, મારુતિ સુઝુકી 0.56 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 0.51 ટકા, ટીસીએસ 0.46 ટકા, ઇન્ડિગો 0.45 ટકા, બજાજ ફિનસર્વ 0.43 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.35 ટકા, બજાજ ફાઇનાન્સ 0.29 ટકા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 0.26 ટકા, એલ એન્ડ ટી 0.25 ટકા અને ભારતી એરટેલના શેર 0.15 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.

દરમિયાન, સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સતત બીજા દિવસે ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. MCX પર 5 માર્ચની ડિલિવરી માટેની ચાંદીનો ભાવ 9.00 ટકા ઘટીને ₹2,65,652 પ્રતિ કિલોગ્રામ થયો.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button