ભારતીય શેરબજાર સામાન્ય વધારા સાથે ખુલ્યું, આ સ્ટોક્સના ભાવમાં વધારો | મુંબઈ સમાચાર
શેર બજાર

ભારતીય શેરબજાર સામાન્ય વધારા સાથે ખુલ્યું, આ સ્ટોક્સના ભાવમાં વધારો

મુંબઈ : ભારતીય શેરબજારમાં આજે સામાન્ય વધારા સાથે ખુલ્યું છે. જેમાં સેન્સેક્સ 77.49 પોઈન્ટના વધારા સાથે 82,404.54 પર ખુલ્યો. જયારે નિફ્ટી 50.20 પોઈન્ટના વધારા સાથે 25,277.55 પર ખુલ્યો છે. જેમાં આજે
સેન્સેક્સની ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા,ઇન્ફોસિસ, ઇટરનલ, ટીસીએસ ,આઇસીઆઇસીઆઇ બેંક, બજાજ ફિનસર્વ, ભારતી એરટેલ અને એનટીપીસીમાં વધારો જયારે મારુતિ સુઝુકી, સન ફાર્મા ,ટાઇટન, ટ્રેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, હિન્દુસ્તાન યુનિલિવરના શેર ઘટાડા સાથે ખુલ્યા હતા.

એશિયન બજારોમાં મિશ્ર વેપાર

એશિયન બજારોમાં મિશ્ર વેપાર જોવા મળ્યો હતો. જેમાં જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 1.10 ટકા ઘટ્યો, જ્યારે ટોપિક્સ 1.31 ટકા ઘટ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 1.01 ટકા વધ્યો, અને કોસ્ડેક 0.84 ટકા વધ્યો. તેમજ હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ નીચા ખુલવાનો સંકેત આપે છે.

અમેરિકાના બજારો વધારા સાથે બંધ થયા

આ ઉપરાંત સોમવારે અમેરિકાના બજારો વધારા સાથે બંધ થયા હતા.જેમાં ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 1.29 ટકા વધીને 46,067.58 પર બંધ થયો હતો. જ્યારે એસ એન્ડપી 500 1.56 ટકા વધીને 6,654.72 પર બંધ થયો. તેમજ નાસ્ડેક 2.21 ટકા વધીને 22,694.61 પર બંધ થયો હતો.

આ પણ વાંચો…શેરબજારમાં એકાએક ઉછાળો કેમ આવ્યો?

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button