શેર બજાર

મંગળવારે બજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું: સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, આ સેક્ટરમાં ચમક

મુંબઈ: ભારતીય શેરબજારે આજે મંગળવારે વધારે સાથે શરૂઆત કરી. આજે સવારે 9:28 વાગ્યે બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 157.08 પોઈન્ટના વધારા સાથે 82,410.54 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી-50 55.10 પોઈન્ટના વધારા સાથે 25,137.40 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

નિફ્ટી પર ટેક મહિન્દ્રા, જિયો ફાઇનાન્શિયલ, ગ્રાસિમ, હીરો મોટોકોર્પ અને હિન્ડાલ્કોના શેરમાં સૌથી વધુ વધારો નોંધાયો, જ્યારે HCL ટેક, SBI લાઇફ ઇન્શ્યોરન્સ, સિપ્લા, HDFC બેંક અને ટાટા સ્ટીલના શેર સૌથી વધુ ઘટ્યા હતા.

આજે શરૂઆતના સેશનમાં તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. મીડિયા, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટીમાં 0.5થી 1 ટકા સુધીનો વધારો નોંધાયો.

ડોલર સામે રૂપિયો સ્થિર;

મંગળવારે શરૂઆતના કારોબારમાં અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો 85.92 સ્તર પર સ્થિર રહ્યો. ફોરેક્સ વેપારીઓના મતે, ફોરેન ઇન્સ્ટીટયુશનલ ઇન્વેસ્ટર(FII) ના ઉપાડ અને ભારત-અમેરિકા વેપાર વાટાઘાટોના પરિણામ અંગે સતત અનિશ્ચિતતાને કારણે રૂપિયાને ટેકો મળ્યો નહીં.

આપણ વાંચો:  દિલ્હી થી મુંબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં વિચિત્ર ઘટના, બે મુસાફરોએ કોકપીટમાં જવાનો પ્રયાસ કર્યો

એશિયન બજારોની શરૂઆત:

આજે મંગળવારે એશિયા-પેસિફિક બજારોની શરૂઆત મિશ્ર રહી. સિંગાપોર સમય મુજબ સવારે 8.10 વાગ્યે જાપાનનો નિક્કી 225 બેન્ચમાર્ક સ્થિર રહ્યો હતો, જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સમાં 0.32%નો વધારો નોંધાયો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 0.31% ઘટ્યો હતો, જ્યારે સ્મોલ-કેપ કોસ્ડેક 0.26% વધ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં, S&P/ASX 200 બેન્ચમાર્ક 0.66% વધ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button