પહેલા દિવસે શેર બજારની શુભ શરૂઆત; આ શેરોમાં વધારો નોંધાયો

મુંબઈ: આજે અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે ભારતીય શેર બજાર સામાન્ય વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યું. બોમ્બે સ્ટોક્સ એક્સચેન્જ(BSE)ના ઇન્ડેક્સ સેન્સેક્સે 67.62 પોઈન્ટ (0.08%) ના વધારા સાથે 81,274.79 પોઈન્ટ પર કારોબાર શરુ કર્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્સચેન્જ(NSE) ઇન્ડેક્સ નિફ્ટી-50 22.30 પોઈન્ટ (0.09%) ના વધારા સાથે 24,916.55 પોઈન્ટ પર ખુલ્યો.
આજે સેન્સેક્સની કુલ 30 કંપનીઓમાંથી 12 કંપનીઓના શેરોએ વધારા સાથે ગ્રીન સિગ્નલમાં કારોબાર શરુ કર્યો, જ્યારે બાકીની 17 કંપનીઓના શેરો ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ખુલ્યા અને 1 કંપનીનો શેરમાં કોઈ વધારો કે ઘટાડો ન નોંધાયો.
NSE નિફ્ટી 50 ની 50 કંપનીઓમાંથી, 25 કંપનીઓના શેર વધારા સાથે ખુલ્યા અને 24 કંપનીઓના શેર ઘટાડા સાથે ખુલ્યા, જ્યારે 1 કંપનીના શેર કોઈ ફેરફાર ન નોંધાયો.
સેન્સેક્સ પર કોટક મહિન્દ્રા બેંકના શેર આજે સૌથી વધુ 1.06 %ના વધારો નોંધાયો, જ્યારે પાવરગ્રીડના શેર આજે સૌથી વધુ 0.90 %ના ઘટાડાનો ઘટાડો નોંધાયો.
આ કંપનીઓના શેરોમાં વધારો:
સેન્સેક્સ પર આજે બેંકિંગ અને ફાયનાન્સ કંપનીઓના શેરમાં તેજી જોવા મળી રહી છે. આજે શરૂઆતના કરોબારમાં એક્સિસ બેંક 0.64 %, HDFC બેંક 0.57 %, બજાજ ફાઇનાન્સ 0.57 %, ટેક મહિન્દ્રા 0.36 %, SBI 0.32 %, બજાજ ફિનસર્વ 0.21 %, ઇટરનલ 0.11 %, ટ્રેન્ટ 0.09 %, ઇન્ફોસિસ 0.09 %, ICICI બેંક 0.03 % અને અલ્ટ્રાટેક સિમેન્ટ 0.01 % વધ્યા.
આ કંપનીઓના શેરોમાં ઘટાડો:
આજે શરૂઆતના કારોબારમાં સન ફાર્માના શેરમાં 0.81 %, ટાટા મોટર્સ 0.42 %, ટાટા સ્ટીલ 0.38 %, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.36 %, એશિયન પેઇન્ટ્સ 0.35 %, ભારતી એરટેલ 0.35 %, હિન્દુસ્તાન યુનિલિવર 0.33 %, ITC 0.33 %, ટાઇટન 0.30 %, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.25 %, અદાણી પોર્ટ્સ 0.24 %, L&T 0.18 %, BEL 0.16 %, HCL ટેક 0.09 %, NTPC 0.09 % અને TCS 0.09 %નો ઘટાડો નોંધાયો હતો.
આ પણ વાંચો…મેટલ અને ટેલિકોમ શૅરો ઝળકતા સતત બીજા સત્રમાં સેન્સેક્સ-નિફ્ટીમાં આગેકૂચ, સેન્સેક્સ 223 પૉઈન્ટ વધ્યો