ભારતીય શેરબજારમાં મંદીનો માહોલ, ત્રણ દિવસમાં રોકાણકારોએ ગુમાવ્યા 13 લાખ કરોડ રૂપિયા…

મુંબઈ : ભારતીય શેરબજાર સતત તૂટી રહ્યું છે. જેના લીધે રોકાણકારો મુશ્કેલીમાં મુકાયા છે. શેરબજારની આજે પણ નબળી શરુઆત થઈ છે. જોકે, આ દરમિયાન માત્ર ત્રણ દિવસમાં રોકાણકારોના 13 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે.
માર્કેટ કેપ ઘટીને 451.7 લાખ કરોડથી નીચે ગયું
આ અંગે મળતી માહિતી મુજબ બુધવારે 23 જુલાઈના રોજ બીએસએસઈની લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 460. 35 લાખ કરોડ હતું. જે સોમવારે 28 જુલાઈના રોજ ઘટીને 448 લાખ કરોડ હતું જયારે સોમવારે બજારમાં રોકાણકારોનું 4 લાખ કરોડનું ધોવાણ થયું હતું અને માર્કેટ કેપ ઘટીને 451.7 લાખ કરોડથી નીચે ગયું.
બજારમાં વેચવાલી હાવી
જયારે સોમવારે બજાર સેન્સેક્સમાં 572 ના ઘટાડા સાથે બંધ થયું હતું. જયારે નિફ્ટીમાં પણ 156 પોઈન્ટનો ઘટાડો થયો હતો. જયારે મોટાભાગના સેકટોરલ ઇન્ડેક્સમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. તેમજ છેલ્લા ત્રણ સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં બે ટકાનો ઘટાડો નોંધાયો છે. તેમજ બજારમાં વેચવાલી હાવી રહી.
અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલનું બજાર પર દબાણ
ભારતીય શેરબજારમાં સતત થઈ રહેલા ઘટાડાનું એક કારણ અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલમાં થઈ રહેલો વિલંબ પણ માનવામાં આવે છે. તેમજ ટ્રેડ ડીલની ડેડલાઈન 1 ઓગસ્ટ સુધીની છે. તેમજ જ જેમ તારીખ નજીક આવી રહી છે તેમ વિદેશી રોકાણકારો બજારમાંથી નાણા ઉપાડી રહ્યા છે. આ ઉપરાંત અનેક કંપનીઓના ત્રણ મહિના નબળા પરિણામો પણ કારણભૂત માનવામાં આવી રહ્યા છે.