આજે શેર બજારની નબળી શરૂઆત: સેન્સેક્સ 300+ પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોમાં ચિંતા

મુંબઈ: આજે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેર બજારે નબળી શરૂઆત નોંધાવી, બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 215 પોઈન્ટના ઘટાડા સાથે 85,359.14 પર, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 70 પોઈન્ટના ઘટાડા સાથે 26,101.40 પર ખુલ્યો.
વૈશ્વિક બજારોમાંથી નબળા વલણોની અસર ભારતીય બજાર પર પણ દેખાઈ રહી છે. શરૂઆતના કારોબારમાં 885 શેર ગ્રીન સિગ્નલમાં અને 1312 શેર રેડ સિગ્નલમાં ટ્રેડ કરી રહ્યા હતાં. જ્યારે, 158 શેરમાં કોઈ ફેરફાર નથી થયો.
શરૂઆતના કારોબારમાં મિડ-કેપ શેરો દબાણ હેઠળ જોવા મળ્યા, વિદેશી રોકાણકારોની વેચવાલીને કારણે શેરોમાં ઘટાડો નોંધાયો.
સવારે 10.17 વાગ્યે સેન્સેક્સ 342.77ના ઘટાડા સાથે 85,289.91 પર અને નિફ્ટી 108.90ના ઘટાડા સાથે 26,083.25 પર ટ્રેડ કરી રહ્યો હતો.
ગઈ કાલે ગુરુવારે, સેન્સેક્સ 446.21 પોઈન્ટ (0.52 ટકા)ના ઘટાડા સાથે 85,632.68 પર બંધ થયો હતો. જ્યારે દરમિયાન, નિફ્ટી 139.50 પોઈન્ટ (0.54 ટકા) વધીને 26,192.15 પર બંધ થયો.
(આ લેખ માત્ર માહિતી માટે છે, તેના આધારે શેર બજારમાં રોકાણ કરવું નહીં. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)
આ પણ વાંચો…હેં! આઇટીસીના શેરનું ડિલિસ્ટિંગ? જાણો વિગત



