આજે બુધવારે શેરબજારની સપાટ શરૂઆત; આ શેરોમાં તેજી જોવા મળી...
Top Newsશેર બજાર

આજે બુધવારે શેરબજારની સપાટ શરૂઆત; આ શેરોમાં તેજી જોવા મળી…

મુંબઈ: આજે બુધવારે ભારતીય શેર બજારે સામાન્ય વધારા સાથે કરોબાર શરુ કર્યો. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 35.52 પોઈન્ટ (0.04%) ના વધારા સાથે 84,663.68 પોઈન્ટ પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી-50 45.80 પોઈન્ટ (0.18%) ના વધારા સાથે 25,982.00 પોઈન્ટ પર ખુલ્યો.

સપાટ શરૂઆત બાદ બજારમાં પોઝીટીવ વલણ જોવા મળી રહ્યું છે, સવારે 10.04 વાગ્યે સેન્સેક્સ 155.62 પોઈન્ટના વધારા સાથે 84,783.78 પોઈન્ટ્સ પર ટ્રેડ થઇ રહ્યો હતો, જ્યારે નિફ્ટી-50 67.15 પોઈન્ટના વધારા સાથે 26,003.35 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો.

આજે બુધવારે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 26 કંપનીઓના શેર વધારા સાથે ખુલ્યા, જ્યારે 9 કંપનીઓના શેર ઘટાડા સાથે ખુલ્યા, જ્યારે એક કંપનીના શેરમાં કોઈ વધારો કે ઘટાડો ન નોંધાયો. શરૂઆતના કારોબારમાં નિફ્ટી-50 ની 50 કંપનીઓમાંથી 41 કંપનીઓના શેરમાં વધારો નોંધાયો, જ્યારે 5 કંપનીઓના શેરમાં ઘટાડો નોંધાયો, 4 અન્ય કંપનીઓના શેર કોઈ પણ વધારા કે ઘટાડા વગર ખુલ્યા.

સેન્સેક્સ કંપનીઓમાં, ટાઇટનના શેર આજે સૌથી વધુ 0.62%ના વધારા સાથે કારોબાર શરુ કર્યો, જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર સૌથી વધુ 0.59%ના ઘટાડા સાથે ખુલ્યા.

આ શેરોમાં વધારો:

સેન્સેક્સના પર L&T ના શેર 0.61%, HCL ટેકના શેરમાં 0.50%, કોટક મહિન્દ્રા બેંકના શેરમાં 0.46%, સન ફાર્માના શેરમાં 0.42%, NTPCના શેરમાં 0.37 %, અદાણી પોર્ટ્સના શેરમાં 0.37%, એશિયન પેઇન્ટ્સના શેરમાં 0.36%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 0.33%, મારુતિ સુઝુકીના શેરમાં 0.33%, ટ્રેન્ટના શેરમાં 0.31%, પાવરગ્રીડના શેરમાં 0.29%, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શેરમાં 0.28%, ટાટા સ્ટીલના શેરમાં 0.27%, HDFC બેંકના શેરમાં 0.20%, હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં 0.17%, ટેક મહિન્દ્રાના શેરમાં 0.15%, ICICI બેંકના શેરમાં 0.10%, TCSના શેરમાં 0.06% અને BEL ના શેરમાં 0.05%નો વધારો નોંધાયો.

આ શેરના ભાવ તૂટ્યા:

ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સના શેર 0.49 %, ભારતી એરટેલના શેર 0.36 %, એટરનલના શેર 0.18 %, એક્સિસ બેંકના શેર 0.09 %, બજાજ ફિનસર્વના શેર 0.08 %, ITCના શેર 0.08 %, બજાજ ફાઇનાન્સના શેર 0.04 % અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેર 0.03 % ઘટ્યા હતા.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button