ટ્રમ્પે ભારત પર ટેરિફ લાગુ કર્યા બાદ ભારતીય શેરબજારની ઘટાડા સાથે થઈ શરૂઆત

મુંબઈઃ ટ્ર્મ્પે ભારત પર લગાવેલા 26 ટકા ટેરિફની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી. ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખૂલ્યું હતું. સેન્સેક્સ 549 પોઇન્ટના ઘટાડા સાથે 76067.56 પર ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી 0.59 ટકાના ઘટાડા સાથે 23194 પર ખૂલી હતી.
ઓટો અને આઈટી ઈન્ડેક્સમાં 2 ટકા સુધીનો ઘટાડો થયો હતો, જ્યારે હેલ્થકેર ઈન્ડેક્સમાં 3 ટકાનો વધારો થયો હતો.

બજાર ખૂલતા જ નિફ્ટી પર ડૉ. રેડ્ડીઝ લેબ, સિપ્લા, એનટીપીસી, અપોલો હૉસ્પિટલમાં વધારો થયો હતો. જ્યારે ટીસીએસ, ટેક મહિન્દ્રા, ટાટા, મોટર્સ, હિંદાલકો, ઓએનજીસીના શેર ઘટાડા સાથે ખૂલ્યા હતા. બીએસઈ પર સનફાર્મા, ટાઈટન, એનટીપીસી, પાવરગ્રીડ, બજાર ફાયનાન્સ, એશિયન પેઇન્ટ્સ વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે એક્સિસ બેંક, એસબીઆઈ, ટાટા સ્ટીલ, આઈસીસીઆઈ બેંક, એચડીએફસી બેંક ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.
આ પણ વાંચો : સેબી દ્વારા ખાનગી સેક્ટરની ઈન્ડસઈન્ડ બૅન્કમાં ઈન્સાઈડર ટ્રેડિંગની તપાસ
ગુરુવારે, સેન્સેક્સની 30 કંપનીઓમાંથી માત્ર 3 કંપનીઓના શેર તેજી સાથે લીલા નિશાનમાં ખુલ્યા. જ્યારે બાકીની તમામ 27 કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ નિશાન પર ટ્રેડ થવા લાગ્યા. બીજી તરફ, નિફ્ટી 50 ની 50 કંપનીઓમાંથી 25 કંપનીઓના શેર લીલા નિશાનમાં વધારા સાથે ખુલ્યા અને બાકીની 25 કંપનીઓના શેર લાલ નિશાનમાં નુકસાન સાથે ખુલ્યા હતા.