ભારતીય શેરબજારના સપ્તાહના અંતિમ દિવસે કડાકો, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો

મુંબઈ : ભારતીય શેરબજારના સતત જોવા મળેલી તેજી વચ્ચે સપ્તાહના અંતિમ દિવસે ઘટાડો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ 355.80 પોઈન્ટના ઘટાડા સાથે 82,658.16 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી પણ 89.05 પોઈન્ટ ઘટીને 25,334.55 પર પહોંચી ગયો. જેમાં આજે બેંકિંગ, આઈટી અને ઓટો સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે.
એશિયન બજારો વધારા સાથે ખુલ્યા
આ ઉપરાંત શુક્રવારે એશિયન બજારો ઊંચા સ્તરે ખુલ્યા હતા. જેમાં જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ સતત બીજા દિવસે 0.7 ટકા વધ્યો હતો. જયારે ટોપિક્સ 0.84 ટકા વધ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી અને કોસ્ડેક સ્થિર રહ્યા હતા. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ વધારા સાથે ખુલવાનો સંકેત આપે છે.
યુએસ શેરબજારો રેકોર્ડ ઉચ્ચ સ્તરે બંધ થયા
યુએસ ફેડરેલ બેંકે વ્યાજ દરમાં ઘટાડો કર્યા બાદ ગુરુવારે યુએસ શેરબજારો રેકોર્ડ ઉચ્ચ સ્તરે બંધ થયા હતા. જેમાં ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 124.10 પોઈન્ટ વધીને 46,142.42 પર બંધ થયો હતો . જ્યારે એસએન્ડપી 500 31.61 પોઈન્ટ વધીને 6,631.96 પર બંધ થયો હતો. નાસ્ડેક કમ્પોઝિટ 209.40 પોઈન્ટ વધીને 22,470.73 પર બંધ થયો હતો.
આપણ વાંચો: સેબીએ હિંડનબર્ગ કેસમાં અદાણીને ક્લીન ચીટ આપી