
મુંબઈ: છેલ્લા 6 સેશનથી સતત વધારા સાથે કારોબાર કરી રહેલું ભારતીય શેર બાજાર આજે ઘટાડા સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE)નો 30 શેરોવાળો ઇન્ડેક્સ સેન્સેક્સ અને નેશનલ સ્ટોક્સ એક્સચેન્જ(NSE)નો 50 શેરોવાળો નિફ્ટી બંને રેડ સિગ્નલ નિશાનમાં ખુલ્યા.
આજે અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસ શુક્રવારે, સેન્સેક્સ 49 પોઈન્ટના ઘટાડા સાથે 81,951 પર ખુલ્યો. નિફ્ટીએ પણ 19 પોઈન્ટના ઘટાડા સાથે 25,064 પર ખુલ્યો હતો.
શરૂઆતના કારોબારમાં બંને ઇન્ડેક્સ વધુ ગબડ્યા. સવારે 9.56 વાગ્યે સેન્સેક્સ હવે 397.45 પોઈન્ટ ઘટીને 81,603.25પર પહોંચી ગયો છે. નિફ્ટી પણ 123.50 પોઈન્ટ ઘટીને 24,960.25 પર પહોંચી ગયો છે. NSE પર 2577 શેર ટ્રેડ થઈ રહ્યા છે, આમાંથી ફક્ત 883 શેર ગ્રીન સિગ્નલમાં ટ્રેડ કરી રહ્યા છે, બાકીના 1613 શેર ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે, જ્યારે 81 માં કોઈ ફેરફાર નોંધાયો નથી.
વૈશ્વિક બજારોમાં મિશ્ર સંકેતો અને જેક્સન હોલ ઇકોનોમિક સિમ્પોઝિયમમાં યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના ભાષણ પહેલા રોકાણકારો સાવચેત દાખવી રહ્યા છે. એશિયન બજારો પણ આજે મિશ્ર કારોબાર કરી રહ્યા છે, જેની અસર ભારતીય બજાર પર પણ પડી રહી છે.
આપણ વાંચો: જીએસટીના બુસ્ટરથી સેન્સેક્સ ૧૧૭૦ પોઇન્ટ ઊછળ્યો, જાણો બીજા ક્યા કારણો છે?