શેરબજારમાં તેજીનો માહોલ: સેન્સેક્સ અને નિફ્ટીમાં બમ્પર ઉછાળો

મુંબઈ: આજે અઠવાડિયાના પહેલા દિવસે ભારતીય શેર બજારમાં મોટા ઉછાળા સાથે ખુલ્યું, બોમ્બે સ્ટોક્સ એક્સચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ બમ્પર ઉછાળા સાથે 81300 ની સપાટીને પાર ખુલ્યો, આજે સેન્સેક્સ 718 પોઈન્ટ વધીને 81315 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્સચેન્જનો નિફ્ટી 306 પોઈન્ટ વધીને 24,938 ના સ્તરે ખુલ્યો.
GST સુધારાની જાહેરાતની અસર શેરબજાર પર જોવા મળી રહી છે. રોકાણકારોએ માત્ર 5 મિનિટમાં 5 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો.
શરૂઆતમાં કરોબારમાં સેન્સેક્સ 1158 પોઈન્ટના બમ્પર ઉછાળા સાથે 81,755 પર પહોંચી ગયો છે. NSE નો નિફ્ટી પણ 382 પોઈન્ટ વધીને 25,014 પર પહોંચી ગયો છે.
સેન્સેક્સના તમામ 30 શેર ગ્રીન ઝોનમાં છે સેન્સેક્સના પર સૌથી વધુ ઉછાળો મારુતિ સુઝુકીમાં જોવા મળ્યો, તેના શેરના ભાવ 7.25% વધ્યા. મહિન્દ્રા અને મહિન્દ્રા, ટાટા મોટર્સ પણ ઝડપથી આગળ વધી રહ્યા છે.
આપણ વાંચો: ભારતીય શેર બજારમાં મિશ્ર કારોબાર, જાણો આજે ક્યા શેર પર રહેશે રોકાણકારોની નજર