શેરબજારની મંગળમય શરૂઆત! આ કંપનીના શેરોમાં મોટો ઉછાળો

મુંબઈ: આજે મંગળવારે ભારતીય શેર બજારે સકારાત્મક શરૂઆત નોંધાવી છે. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 144 પોઈન્ટ્સના વધારા સાથે 84,210 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 55 પોઈન્ટના વધારા સાથે 25,922 પર ખુલ્યો હતો.
આજે સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યા, જ્યારે 10 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ખુલ્યા. જ્યારે, નિફ્ટીની 50 માંથી 30 કંપનીઓના શેર વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યા અને બાકીની 20 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ખુલ્યા.
આજે સેન્સેક્સ કંપનીઓમાં, ટાઇટનના શેર આજે સૌથી વધુ 0.82 ટકાના વધારા સાથે ખુલ્યા, જ્યારે HCL ટેકના શેર આજે સૌથી વધુ 0.96 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.
આ શેરોમાં વધરો:
સેન્સેક્સ પર એક્સિસ બેંકના શેરમાં 0.79 ટકા, ઇટરનલના શેરમાં 0.62 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 0.53 ટકા, એલ એન્ડ ટીના શેરમાં 0.42 ટકા, ટ્રેન્ટના શેરમાં 0.38 ટકા, કોટક મહિન્દ્રા બેંકના શેરમાં 0.36 ટકા, સન ફાર્માના શેરમાં 0.35 ટકા, બજાજ ફિનસર્વના શેરમાં 0.34 ટકા, NTPCના શેરમાં 0.32 ટકા, ભારતી એરટેલના શેરમાં 0.31 ટકા, TCSના શેરમાં 0.22 ટકા, SBIના શેરમાં 0.22 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં 0.21 ટકા, ITCના શેરમાં 0.19 ટકા, ICICI બેંકના શેરમાં 0.13 ટકા, મારુતિ સુઝુકીના શેરમાં 0.10 ટકા, ટાટા સ્ટીલના શેરમાં 0.05 ટકા, હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં 0.04 ટકા અને એશિયન પેઇન્ટ્સના શેર 0.04 ટકાના વધારા સાથે ખુલ્યા.
આ શેરોમાં ઘટાડો:
સેન્સેક્સ પર ટેક મહિન્દ્રાના શેરના શેર 0.41 ટકા, ઇન્ડિગોના શેર 0.40 ટકા, HDFC બેંકના શેર 0.29 ટકા, અદાણી પોર્ટ્સના શેર 0.19 ટકા, પાવરગ્રીડના શેર 0.19 ટકા, ઇન્ફોસિસના શેર 0.14 ટકા, BELના શેર 0.11 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર 0.11 ટકા અને બજાજ ફાઇનાન્સના શેર 0.01 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.
આંતરરાષ્ટ્રીય બજારો પર નજર:
આજે શરૂઆતના કારોબારમાં એશિયન બજારોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જાપાનના બંને મુખ્ય ઇન્ડેક્સ નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે, નિક્કીમાં 1.52 ટકા, જ્યારે ટોપિક્સમાં 1.08 ટકા વધારો નોંધાયો. દક્ષિણ કોરિયાનાં કોસ્પીમાં 1.21 ટકા અને કોસ્ડેકમાં 1.25 ટકાનો વધારો નોંધાયો.
ગઈ કાલે યુએસ શેરબજાર પણ ઉછાળા સાથે બંધ થયા હતાં. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 20.20 પોઈન્ટ(0.04 ટકા)ના વધારા સાથે 50,135.87 પર બંધ થયો, જ્યારે S&P 500 32.52 પોઈન્ટ(0.47 ટકા)ના વધારા સાથે 6,964.82 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 207.46 પોઈન્ટ(0.90 ટકા)ના વધારા સાથે 23,238.67 પર બંધ થયો.



