મુંબઈ: આજે ગુરુવારે ભારતીય શેરબજાર (Indian Sharemarket) ઉછાળા સાથે ખુલ્યું, સારા વૈશ્વિક સંકેતો અને અમેરિકન બજારોના પોઝીટીવ સંકેતોના આધારે, ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી છે. નિફ્ટીના તમામ સેકટોરીયલ ઇન્ડેક્સ ઉછાળા સાથે ખુલ્યા છે.
આજે ગુરુવારે BSE સેન્સેક્સે 407.02 પોઈન્ટ અથવા 0.50 ટકાના વધારા સાથે 81,930 ખુલ્યો. NSEનો નિફ્ટી 141.20 પોઈન્ટ અથવા 0.57 ટકાના ઉછાળા સાથે 25,059 પર ખુલ્યો.
શરૂઆતમાં બીએસઈના 23 શેરોમાં તેજી જોવા મળી રહી છે. NSE નિફ્ટીના 50 શેરોમાંથી 43 શેર ઉછાળા સાથે ખુલ્યા અને 7 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 464.11 લાખ કરોડ થયું છે જ્યારે ગઈકાલે તે રૂ. 463.49 લાખ કરોડ પર બંધ થયું હતું. મંગળવારે BSE પર લિસ્ટેડ શેરોની માર્કેટ કેપ રૂ. 460.96 કરોડ હતી.
ભારતીય શેરબજારમાં આજે EV સંબંધિત શેર્સમાં ઉછાળો જોવા મળી શકે છે. બુધવારે કેન્દ્ર સરકારે EV એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ માટે 10,900 કરોડ રૂપિયાની સબસિડીની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ આજે ઈવીના શેરમાં હજુ વધારો થવાની ધારણા છે.
વૈશ્વિક બજારોની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન બજારોમાં કારોબાર ડાઉ જોન્સમાં 0.31 ટકાના વધારા સાથે બંધ થયો હતો. નાસ્ડેકમાં 2.13 ટકાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે S&P500 1.07 ટકાના વધારા સાથે બંધ થયો હતો.