ભારતીય શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોના 5 લાખ કરોડ ધોવાયા

અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં અવાનારા વધારાના ટેરિફ મુદ્દે શેરબજારમાં અફડા તફડી જોવા મળી રહી છે. આજે શેરબજારના સેન્સેક્સમાં 700 થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. તેમજ શેરબજારમાં વેચવાલી હાવી છે. જેના
લીધે બીએસઈ પર લિસ્ટેડ કંપનીના માર્કેટ કેપમાં મોટો ઘટાડો નોંધાયો છે. કંપનીઓનું માર્કેટ કેપ 455 લાખ કરોડથી ઘટીને 450 લાખ કરોડ થયું છે. જેના લીધે રોકાણકારોને 5 લાખ કરોડનું નુકસાન થયું છે.
ભારતીય ઉત્પાદનો પર 50 ટકા ટેરિફ લાદવાની યોજના
ભારતીય શેરબજારમાં આ મોટા ઘટાડાનું કારણ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા ટેરિફ છે. તેમજ અમેરિકા આ અંગે નોટીસ પણ જાહેર કરી છે. જેનો અમલ 27 ઓગસ્ટથી થવાનો છે. અમેરિકાએ એક ડ્રાફ્ટ નોટિસમાં ભારતીય ઉત્પાદનો પર 50 ટકા ટેરિફ લાદવાની યોજના જાહેર કરી છે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો વેચવાલી શરૂ કરી
ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ માસમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો વેચવાલી કરી રહ્યા છે. આ મહિનામાં અત્યાર સુધીમાં, તેમણે લગભગ રૂપિયા 28,217 કરોડના શેર વેચ્યા છે. જ્યારે જુલાઈમાં રૂપિયા 47,667 કરોડના શેર વેચ્યા હતા. નિષ્ણાતો કહે છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો નવા વ્યવસાયોમાં રોકાણ કરી રહ્યા છે. જયારે ઓછા વળતર વાળા ક્ષેત્રોમાંથી નાણા કાઢી રહ્યા છે.
આ પણ વાંચો…જીએસટીના બુસ્ટરથી સેન્સેક્સ ૧૧૭૦ પોઇન્ટ ઊછળ્યો, જાણો બીજા ક્યા કારણો છે?