
મુંબઈ: દિવાળી બાદ નવા વર્ષે ભારતીય શેર બજાર ઉછાળા સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક્સ એક્સચેન્જ(BSE)નો ઇન્ડેક્સ સેન્સેક્સ 787 પોઈન્ટના વધારા સાથે 85,154 પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી-50 188 પોઈન્ટના વધારા સાથે 26,057 પર ખુલ્યો.
30 સપ્ટેમ્બર, 2024 પછી નિફ્ટી-50 પહેલી વાર 26,000 ના સ્તરને પાર કર્યું છે, અને સેન્સેક્સ પણ સપ્ટેમ્બર 2024 પછી 85,000 ના સ્તરે પહોંચ્યો છે.
શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાં, 29 શેરમાં ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે એક શેરના ભાવ ઘટ્યા છે. ઈન્ફોસિસના શેરમાં ૩% મોટો ઉછાળો જોવા મળ્યો, જયારે એટરનલના શેરના ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ શેરોમાં બમ્પર ઉછાળો:
આજે IT શેરોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ઇન્ફોસિસ 3 ટકા, HCL ટેક 2.50 ટકા અને TCS ના શેરોમાં પણ 1 ટકાનો વધરો નોંધાયો છે. રિલાયન્સ પાવરના શેરમાં 3%નો વધારો નોંધાયો. એસબીઆઈ કાર્ડ્સના શેર 3% અને ટેક મહિન્દ્રાના શેર પણ 3% વધ્યા છે.
આજે કાઇટેક્સ ગાર્મેન્ટ્સના શેરમાં 12%નો જોરદાર ઉછાળો જોવા મળ્યો, હાલ તેના શેર 209 રૂપિયાથી ઉપર ટ્રેડ કરી રહ્યા છે. ગારરવારે હાઇટેકના શેરમાં 10%, વર્ધમાન ટેક્સટાઇલ્સના શેર 11%નો વધારો નોંધાયો.
આ પણ વાંચો…શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગમાં આતશબાજી