
મુંબઇ: ભારતીય શેરબજારમાં(Stock Market)આજે સપ્તાહના અંતિમ દિવસે મજબૂતી જોવા મળી હતી. જેમાં સવારે સેન્સેક્સ 174.93 પોઈન્ટના વધારા સાથે 79218.67 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો જ્યારે નિફ્ટી પણ 65.25 પોઈન્ટના વધારા સાથે 23,979.40 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. શેરબજારમાં ડૉ. રેડ્ડીઝ લેબ્સ, એચડીએફસી લાઈફ, સિપ્લા, સન ફાર્મા, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ બજાર ખુલતાની સાથે જ નિફ્ટી પર વધારો જોવા મળ્યો હતો. જ્યારે પાવર ગ્રીડ કોર્પ, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈટીસી, હીરો મોટોકોર્પ અને ટેક મહિન્દ્રામાં ઘટાડો જોવા મળ્યો હતો.
પ્રી-ઓપનિંગમાં બજાર સપાટ શરૂ થયું
આજે પ્રી-ઓપનિંગમાં બજાર સપાટ શરૂ થયું હતું. જેમાં સેન્સેકસ 78.34 પોઈન્ટના ઉછાળા સાથે વેપાર કરવાનું ચાલુ રાખ્યું હતું. નિફ્ટી પણ 26.25 પોઈન્ટના વધારા સાથે 23,887.90 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.
એશિયન બજારની સ્થિતિ
શુક્રવારે એશિયન શેરોમાં ઘટાડો થયો હતો. જ્યારે યેન ચાર મહિનામાં તેના શ્રેષ્ઠ સપ્તાહ માટે લક્ષ્ય રાખતો હતો કારણ કે મજબૂત સ્થાનિક ફુગાવાના ડેટા દર્શાવે છે કે વેપારીઓએ બેન્ક ઓફ જાપાન તરફથી દર વધારાને ટેકો આપ્યો હતો. જ્યારે MSCIનો જાપાનની બહાર એશિયા-પેસિફિક શેરનો વ્યાપક સૂચકાંક 0.3 ટકા ઘટ્યો અને સપ્તાહ માટે 0.5 ટકા નીચે હતો. જાપાનનો નિક્કી0.7 ટકા ઘટ્યો કારણ કે ટોક્યોના ફુગાવાના ડેટા પછી યેન વધ્યો હતો.
આ પણ વાંચો…1 ડિસેમ્બરથી લાગુ થવા જઈ રહ્યા છે મોટા ફેરફારો, જાણો શું અસર પડશે
આજથી ફ્યુચર ટ્રેડિંગમાં 45 નવા પ્લેયર
આ ઉપરાંત 29 નવેમ્બર 2024થી ફ્યુચર ટ્રેડિંગમાં 45 નવા શેર દાખલ કરવામાં આવી રહ્યા છે. ડીમાર્ટ, સાથે ઝૉમેટો, નાયકા અને પેટીએમ પીબી ઈન્ફોટેકને પણ સ્થાન મળ્યું છે. આ સિવાય બીએસસી, સીડીએસએલ અને જિયો ફાયનાન્સલનો પણ F&Oનો ભાગ બનતી કંપનીઓમાં સમાવેશ કરવામાં આવશે.