શેર બજાર

Share Market: બજારની સારી શરૂઆત બાદ આ શેરોમાં મોટો ઉછાળો, આ ફેક્ટર્સની અસર

મુંબઈ: આજે ભારતીય શેર બજાર ઉછાળા (Stock Market Opening) સાથે ખુલ્યું, આજે સવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ સેન્સેક્સ(BSE SENSEX) 595 પોઈન્ટના વધારા સાથે 77,319.50 પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી (NSE NIFTY) 0.54 ટકા અથવા 125 પોઈન્ટના વધારા સાથે 23,338 પર ટ્રેડ થતો હતો.

આ કારણે બજારમાં આગેકુચ:
એશિયન બજારોમાં પણ સારો ઉછાળો જોવા મળી રહ્યો છે. અહેવાલ મુજબ હિન્ડેનબર્ગ રિસર્ચ બંધ થવાના સમાચાર અને ઇઝરાયલ-હમાસ યુદ્ધવિરામની જાહેરાતની શેરબજાર પર સકારાત્મક અસર પડી રહી છે. આ ઉપરાંત ફુગાવાના દરમાં ઘટાડા બાદ યુએસ શેરબજારો વધારા સાથે બંધ થયા હતા, જેની અસર આજે એશિયાના માર્કેટ પર દેખાઈ રહી છે.

RVNL શેરો કેમ ઉછાળ્યા?
આજે બજાર ખુલ્યાના થોડા સમય પછી રેલવે PSU રેલ વિકાસ નિગમ(RVNL) ના શેરમાં 9 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. RVNLના શેરોમાં ઉછાળો બીજી સરકારી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) તરફથી મળેલા ઓર્ડરને કારણે આવ્યો હતો છે. કંપનીએ ગયા વર્ષે નવેમ્બરમાં જ રેલ વિકાસ નિગમને BSNL તરફથી મળેલા ઓર્ડરની શક્યતા વિશે માહિતી આપી દીધી હતી.

Also read: Stock Market : શેરબજારમાં છેલ્લા ચાર દિવસમાં રોકાણકારો નિરાશ, આટલા કરોડ ગુમાવ્યા

કંપનીને મળેલા ઓર્ડર હેઠળ, તેણે ડિઝાઇન, બિલ્ડ, ઓપરેટ અને મેન્ટેનન્સ (DBOM) મોડેલ પર ભારત નેટના મિડલ માઇલ નેટવર્કનો વિકાસ કરવાનો છે. આ કરાર કન્સ્ટ્રકશન માટે ત્રણ વર્ષ અને મેન્ટેનન્સ માટે 10 વર્ષનો છે. આ ઓર્ડરની વેલ્યુ 3,622 કરોડ રૂપિયા છે.

L&T TECHના શેરો ઉછાળ્યા:
ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર થયા બાદ, L&T TECHના શેરોમાં સારો એવો ઉછાળો જોવા મળી રહ્યો છે. L&T TECHના શેર 9% વધ્યા છે. તે જ સમયે, નબળા પરિણામો પછી OFSS માં પ્રેશર જોવા મળી રહ્યું છે. શેર ૩% થી વધુ નીચે ગબડ્યો છે.

બેંક અને ઈન્સ્યોરન્સ શેરોના હાલ:
સરકારી બેંક અને રિયલ્ટી શેરોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. બંને સેકટોરલ ઇન્ડેક્સમાં લગભગ અઢી ટકાનો વધારો થયો છે. બેંકોમાં, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક અને બેંક ઓફ ઈન્ડિયાના શેર 3% વધ્યા. આ ઉપરાંત, મેટલ એન્ડ કેપિટલ ગૂડ્સ પણ થોડો સુધારો જોવા મળી રહ્યો છે. જોકે, FMCGમાં પ્રેશર જણાઈ રહ્યું છે. ત્રીજા ક્વાર્ટરના સારા પરિણામો જાહેર પછી, HDFC LIFEમાં 9% નો વધારો નોંધાયો. માર્જિનમાં પણ સુધારો થયો છે. અન્ય ઈન્સ્યોરન્સ શેરોમાં પણ ઉછાળો નોંધાયો. મેક્સ ફાઇનાન્શિયલ, ICICI પ્રુડેન્શિયલ અને SBI લાઇફ પણ 4 થી 6% વધ્યા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button