અઠવાડિયાના પેહલા દિવસે શેરબજારમાં રોનક, સેન્સેક્સ-નિફ્ટી આટલા ઉછાળા સાથે ખુલ્યા…

મુંબઈ: આજે અઠવાડિયાના પહેલા દિવસ સોમવારે ભારતીય શેરબજાર ઉછાળા (Indian Stock Market Opening) સાથે ખુલ્યું. આજે સવારે 9.17 વાગ્યે, નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 157.95 પોઈન્ટના વધારા સાથે 23,508.35 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે બોમ્બે સ્ટોક એક્ષચેન્જ(BSE) નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 551.96 પોઈન્ટના વધારા સાથે 77457.47 ના સ્તરે કારોબાર કરીહતો. બેંક નિફ્ટી પણ 370.25 પોઈન્ટના વધારા સાથે 50,963.80 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
આ પણ વાંચો…Sovereign Gold Bond એ રોકાણકારોને કર્યા માલામાલ, મળ્યું આટલા ટકા વળતર
આજે શરૂઆતના સેશનમાં નિફ્ટીમાં L&T, પાવર ગ્રીડ કોર્પ, NTPC, ONGC, હીરો મોટોકોર્પના શેર્સમાં મોટો ઉછાળો નોંધાય, જ્યારે ટાઇટન કંપની, ટ્રેન્ટ, HDFC લાઇફ, અલ્ટ્રાટેક સિમેન્ટ, M&Mના શેર્સમાં ઘટાડો નોંધાયો.
આ પણ વાંચો…ઓલા ઇલેક્ટ્રિકના માર્કેટ કેપિટલમાં રૂ. ૧,૬૦૧ કરોડનું ધોવણ
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ આપેલી ટેરિફ ડેડલાઈન નજીક આવી રહી છે, ત્યારે ચિંતા વધી રહી છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાના બજારોમાં શરૂઆતના કારોબારમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે જાપાના બજારમાં મિશ્ર વલણ જવા મળ્યું.