નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય બજારની નબળી શરૂઆત! સેન્સેક્સ-નિફ્ટીમાં આટલો ઘટાડો

મુંબઈ: આજે અઠવાડિયાના બીજા કારોબારી દિવસ મંગળવારે ભારતીય શેર બજારે સામાન્ય ઘટાડા સાથે કારોબાર શરુ કર્યો. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ સામાન્ય ઘટાડા સાથે 83,950 પર ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી-50 18.6 પોઈન્ટ ઘટીને 25,744.75 પર ખુલ્યો.
શરૂઆતના કારોબારમાં ભારતીય શેર બજારમાં નબળું વલણ જોવા મળી રહ્યું છે. મોટાભાગના સેકટોરલ ઇન્ડેક્સ ઘટાડા સાથે ટ્રેડ થઇ રહ્યા છે.
નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં સૌથી વધુ 0.74% નો ઘટાડો નોંધાયો, નિફ્ટી FMCG ઇન્ડેક્સમાં 0.26% ઘટ્યો અને નિફ્ટી IT ઇન્ડેક્સમાં 0.25%નો ઘટાડો નોંધાયો. બેંક નિફ્ટી 0.17% ઘટીને ટ્રેડ કરી રહ્યો હતો. જયારે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં વધારો જોવા મળી રહ્યો હતો.
જાણકારોના મત મુજબ નબળા વૈશ્વિક સંકેતો અને પ્રોફિટ-બુકિંગને કારણે બજારમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.
આ શેરોમાં વધારો નોંધાયો:
શરૂઆતના કારોબારમાં ભારતી એરટેલના શેરમાં સૌથી વધુ 2.75%નો વધારો નોંધાયો, ટાઇટન કંપનીના શેરમાં 0.93%નો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 0.31%, અદાણી પોર્ટ્સના શેરમાં 0.30% અને કોટક મહિન્દ્રા બેંકના શેરમાં 0.16%નો વધારો નોંધાયો.
યુએસ માર્કેટમાં ઘટાડો:
ગઈકાલે યુએસના શેરબજારોમાં ઘટાડા સાથે બંધ થયા હતાં, ડાઉ ફ્યુચર 53 પોઈન્ટ ઘટીને 47,261.90 પર બંધ થયો હતો, જ્યારે ડાઉ જોન્સ 226 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 47,357 પર બંધ થયો. S&P ઇન્ડેક્સ 30 પોઈન્ટ ઘટીને 6,865 પર બંધ થયો હતો.
એશિયન બજારોમાં નબળા સંકેત:
યુએસના શેરબજારોમાં ઘટાડા અસર આજે મંગળવારે એશિયન બજારો પર જોવા મળી રહી છે, મોટાભાગના એશિયન બજારો ઘટાડા સાથે ખુલ્યા, શરૂઆતના કારોબારમાં જાપાનનો નિક્કી 50.20 પોઈન્ટના ઘટાડા સાથે 52,361.14 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 68.56 પોઈન્ટના ઘટાડા સાથે 4,153 પર ટ્રેડ કરી રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાના S&P/ASX 200 ઈન્ડેક્સમાં ૦.56 %નો ઘટડો નોંધાયો, જ્યારે કોસ્ડેકમાં ૦.24% નો ઘટાડો નોંધાયો.
આ પણ વાંચો…શેરબજારમાં ગુજરાતી મહિલાઓનો દબદબો, જાણો કેટલા ટકા કરે છે રોકાણ
 


