ભારત-યુએસ ડીલને કારણે શેરબજારમાં લીલાલહેર! સેન્સેક્સ-નિફ્ટીમાં તોતિંગ ઉછાળો

લાંબો સમય ચાલેલી વાટાઘાટો બાદ ભારત અને યુએસ વચ્ચે વેપાર કરાર થઇ ગયો છે. યુએસ ભારત પર રેસિપ્રોકલ ટેરીફ 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરવા તૈયાર થયું છે. આ કરારની જાહેરાતની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી રહી છે.
બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)ના બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 2400 પોઈન્ટ ના વધારા સાથે ખુલ્યો. નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી-50 700 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો. નોંધનીય છે કે 1 ફેબ્રુઆરીના રોજ બજેટના દિવસે ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો, ટેરીફમાં ઘટાડા બાદ ભારત-યુએસ વેપાર કરારને કારણે રોકાણકારોને રાહત મળી છે..
સેન્સેક્સની તમામ 30 કંપનીઓ અને નિફ્ટી 50ની તમામ 50 કંપનીઓના શેર વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યા. સેન્સેક્સ કંપનીઓમાં અદાણી પોર્ટ્સના શેર સૌથી વધુ 7.16 ટકાનો વધારો નોંધાયો. હિન્દુસ્તાન યુનિલિવરના શેર સૌથી ઓછો 0.70 ટકાનો વધરો નોંધાયો
સેન્સેક્સની બાકીની કંપનીઓ પર નજર કરીએ તો એટરનલના શેરમાં 7.10 ટકા, બજાજ ફાઇનાન્સના શેરમાં 6.55 ટકા, ઇન્ફોસિસના શેરમાં 4.43 ટકા, ઇન્ડિગોના શેરમાં 4.29 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 3.88 ટકા, મારુતિ સુઝુકીના શેરમાં 3.63 ટકા, બજાજ ફિનસર્વના શેરમાં 3.50 ટકા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શેરમાં 3.21 ટકા, L&Tના શેરમાં 3.20 ટકા, સન ફાર્માના શેરમાં 3.19 ટકા, HDFC બેંકના શેરમાં 3.07 ટકા, ટાટા સ્ટીલના શેરમાં 2.97 ટકા, ટ્રેન્ટના શેરમાં 2.96 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 2.95 ટકા, HCL ટેકના શેરમાં 2.86 ટકા, TCSના શેરમાં 2.73 ટકા, ટાઇટનના શેરમાં 2.61 ટકા, એક્સિસ બેંકના શેરમાં 2.52 ટકા, ટેક મહિન્દ્રાના શેરમાં 2.51 ટકા, BELના શેરમાં 2.31 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં 2.18 ટકા, પાવરગ્રીડના શેરમાં 2.18 ટકા વધ્યા, કોટક મહિન્દ્રા બેંકના શેર 1.92 ટકા, આઈસીઆઈસીઆઈ બેંકના શેર 1.85 ટકા, એશિયન પેઇન્ટ્સના શેરમાં 1.82 ટકા, એનટીપીસીના શેરમાં 1.36 ટકા, ભારતી એરટેલના શેરમાં 1.33 ટકા અને આઈટીસીના શેરમાં 0.883 ટકાનો વધારો નોંધાયો.



