શેર બજાર

શેરબજારમાં કડાકો! અઠવાડિયાના પહેલા જ દિવસે Sensex-Nifty આટલા તૂટ્યા, રોકાણકારો ચિંતામાં

મુંબઈ: ભારતીય શેર બજારમાં ઘટાડા પર બ્રેક નથી લાગી રહી, આજે નવા અઠવાડિયાના પહેલા દિવસે પણ શેર બજાર ઘટાડા સાથે ખુલ્યું. બોમ્બેસ સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ 140 પોઈન્ટના ઘટાડા સાથે 83,435 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ 14 પોઈન્ટના ઘટાડા સાથે 25,669 પર ખુલ્યો.
ભારતીય શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. શરૂઆતના કારોબારમાં મોટા ભાગના શેરો નુકશાન કરતા દેખાયા. 1,500 થી વધુ શેરોમાં ઘટાડો નોંધાયો, જ્યારે ફક્ત 1,000 જેટલા શેરમાં વધારો નોંધાયો.

નિફ્ટી પર HDFC લાઇફ, SBI લાઇફ ઇન્શ્યોરન્સ, હિન્ડાલ્કો, એશિયન પેઇન્ટ્સ અને શ્રીરામ ફાઇનાન્સ જેવા શેરોમાં વધારો નોંધાયો. મેક્સ હેલ્થકેર, ભારત ઇલેક્ટ્રોનિક્સ, એપોલો હોસ્પિટલ્સ, ઇન્ટરગ્લોબ એવિએશન અને બજાજ ફિનસર્વ જેવા શેરોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. શરૂઆતના કારોબારમાં હેલ્થ કેર અને એવિએશન સેક્ટર શેરોમાં દબાણ જોવા મળી રહ્યું છે.

એશીયન બજારોના હાલ:

આજે સોમવારે શરૂઆતના કારોબારમાં ઓસ્ટ્રેલિયાના S&P/ASX 200માં 0.71% નો વધારો નોંધાયો, જ્યારે દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 0.83%નો વધારો નોંધાયો, સ્મોલ-કેપ કોસ્ડાક 0.4%નો વધારો નોંધાયો. જાપાની બજારોમાં રજા છે.

યુએસ બાજારમાં તેજી:

શુક્રવારે, યુએસ બજાર વધારા સાથે બંધ થયા હતાં. S&P 500 0.65% વધીને 6,966.28 ની રેકોર્ડ ઊંચાઈ સપાટીએ બંધ થયો હતો. નાસ્ડેક કમ્પોઝિટ 0.81%ના વધારા સાથે 23,671.35 પર બંધ થયો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 237.96 પોઇન્ટ(0.48%)ના વધારા સાથે 49,504.07 ની નવી રેકોર્ડ ઊંચી સપાટીએ બંધ થયો હતો.

ગત અઠવાડિયે શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી 50 બંને સતત પાંચમા સેશનમાં ઘટાડા સાથે બંધ થયા હતાં. સેન્સેક્સ 605 પોઈન્ટ(0.72%)ના ઘટાડા સાથે 83,576.24 પર બંધ થયો, જ્યારે નિફ્ટી-50 194 પોઈન્ટ(0.75%)ના ઘટાડા સાથે 25,683.30 પર બંધ થયો હતો. BSE મિડકેપ ઇન્ડેક્સ 0.90% અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1.74% ઘટીને બંધ થયો.

આ પણ વાંચો…ઓલા ઇલેક્ટ્રિકનો ૨.૧૫ ટકા હિસ્સો સોફ્ટબેંકે વેચી નાખ્યો…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button