RBI મોનેટરી પોલિસી જાહેર કરે એ પહેલા શેરબજારની સુસ્ત શરૂઆત! આ શેરોમાં ઘટાડો

મુંબઈ: રિઝર્વ બેન્કોફ ઇન્ડિયા(RBI) આજે તેની બાય મંથલી મોનેટરી પોલિસી જાહેર કરવાની છે, એ પહેલા ભારતીય શેર બજારે સામાન્ય ઘટાડા સાથે કારોબાર શરુ કર્યો છે. બોમ્બે સ્ટોક્સ એક્સચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 64 પોઈન્ટના ઘટાડા સાથે 83,249 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE) બેન્ચમાર્ક નિફ્ટી 37 પોઈન્ટના ઘટાડા સાથે 25,605 પર ખુલ્યો.
આજે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી માત્ર 16 કંપનીઓના શેર વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યા અને બાકીની 14 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ખુલ્યા. આજે નિફ્ટી-50 ની 50 કંપનીઓમાંથી માત્ર 17 કંપનીઓના શેર ગ્રીન સિગ્નલમાં ખુલ્યા અને 33 કંપનીઓના શેર રેડ સિગ્નલમાં ખુલ્યા
સેન્સેક્સ પર બજાજ ફાઇનાન્સના શેર આજે સૌથી વધુ 1.29 ટકાનો વધારો નોંધાયો, જ્યારે NTPCના શેરમાં સૌથી વધુ 1.32 ટકાનો ઘટાડો નોંધાયો.
આ શેરોમાં વધારો:
સેન્સેક્સ પર કોટક મહિન્દ્રા બેંકના શેરમાં 0.94 ટકા, ટ્રેન્ટના શેરમાં 0.56 ટકા, બજાજ ફિનસર્વના શેરમાં 0.52 ટકા, પાવરગ્રીડના શેરમાં 0.41 ટકા, ICICI બેંકના શેરમાં 0.38 ટકા, ભારતી એરટેલના શેરમાં 0.26 ટકા, હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં 0.21 ટકા, ઇટરનલના શેરમાં 0.21 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 0.17 ટકા, સન ફાર્માના શેરમાં 0.13 ટકા, અદાણી પોર્ટ્સના શેરમાં 0.12 ટકા, એક્સિસ બેંકના શેરમાં 0.11 ટકા, ટાઇટનના શેરમાં 0.09 ટકા, L&Tના શેરમાં 0.04 ટકા અને એશિયન પેઇન્ટ્સના શેરમાં 0.03 ટકાનો વધરો નોંધાયો.
આ શેરોમાં ઘટાડો:
ટાટા સ્ટીલના શેરમાં 1.16 ટકા, HDFC બેંકના શેરમાં 0.80 ટકા, TCSના શેરમાં 0.80 ટકા, મારુતિ સુઝુકીના શેરમાં 0.77 ટકા, HCL ટેકના શેરમાં 0.73 ટકા, BELના શેરમાં 0.65 ટકા, ટેક મહિન્દ્રાના શેરમાં 0.56 ટકા, ઇન્ફોસિસના શેરમાં 0.51 ટકા, SBIના શેરમાં 0.48 ટકા, ITCના શેરમાં 0.32 ટકા, ઇન્ડિગોના શેરમાં 0.26 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 0.14 ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં 0.11 ટકાનો ઘટાડો નોંધાયો.
આંતરરાષ્ટ્રીય બજાર પર નજર:
ગઈ કાલે ગુરુવારે યુએસ શેરબજામાં મોટો ઘટાડો નોંધાયો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 1.20 ટકાના ઘટાડા સાથે 48,908.72 પર બંધ થયો, જ્યારે S&P 1.23 ટકાના ઘટાડા સાથે 6,798.40 પર બંધ થયો. નાસ્ડેક 1.59 ટકાના ઘટાડા સાથે 22,540.59 પર બંધ થયો, નાસ્ડેક નવેમ્બર બાદ સૌથી નીચા સ્તરે પહોંચ્યો છે. માઇક્રોસોફ્ટ, એમેઝોન અને અન્ય જાયન્ટ્સ ટેક કંપનીના શેરમાં મોટું ગાબડું પડ્યું હતું.
યુએસ શેર માર્કેટ્સમાં થયેલા ઘટાડાની અસર આજે શુક્રવારે સવારે એશિયન બજારોમાં જોવા મળી રહી છે. શરૂઆતના કારોબારમાં જાપાનનો ઇન્ડેક્સ નિક્કી 225 1.22 ટકા અને ટોપિક્સ 0.74 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો હતો. દક્ષિણ કોરિયાના કોસ્પી 3.86 ટકાનો ઘટાડો નોંધાયો, જ્યારે કોસ્ડેકમાં 5.26 ટકાનો ઘટાડો નોંધાયો.



