ગ્રીન સિગ્નલમાં શરૂઆત બાદ શેરબજારમાં ઘટાડો; આ કારણો રહ્યા જવાબદાર | મુંબઈ સમાચાર
શેર બજાર

ગ્રીન સિગ્નલમાં શરૂઆત બાદ શેરબજારમાં ઘટાડો; આ કારણો રહ્યા જવાબદાર

મુંબઈ: આજે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજારે વધારા સાથે ગ્રીન સિગ્નલમાં કારોબાર શરુ કર્યો. બોમ્બે સ્ટોક્સ એક્સચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 110 પોઈન્ટના વધારા સાથે 84,667 પર ખુલ્યો. દરમિયાન, નેશનલ સ્ટોક્સ એક્સચેન્જ (NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી-50 43 પોઈન્ટના વધારા સાથે 25,935 પર ખુલ્યો. વધારા સાથે શરૂઆત બાદ શેર બજારમાં ઘટાડો નોંધાયો છે.

શરૂઆતના કારોબારમાં BSEના ટોચના 30 શેરોમાંથી 26 શેરમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે 4 શેરોમાં નજીવો ઉછાળો નોંધાયો હતો. હિન્દુસ્તાન યુનિલિવરમાં સૌથી વધુ 3.37 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે, જયારે કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક અને પાવરગ્રીડમાં પણ લગભગ 2 ટકાનો ઘટાડો નોંધાયો છે.

શેરોમાં વધારો-ઘટાડો:
શરૂઆતમાં કારોબારમાં ડિફેન્સ શેરોમાં વધારો જોવા મળ્યો છે, ભારત ડાયનેમિક્સના શેર 3 ટકા વધીને ₹1,555 પર ટ્રેડ થઈ રહ્યા હતાં, પારસ ડિફેન્સના શેર 1.70 ટકા વધીને ₹720 પર ટ્રેડ થઇ રહ્યા હતાં, કોચીન શિપયાર્ડના શેરમાં પણ 1.55 ટકાનો વધારો નોંધાયો હતો HAL, મઝાગોન ડોક શિપયાર્ડ અને ગાર્ડન રીચ શિપબિલ્ડર્સના શેરમાં પણ વધારો નોંધાયો હતો.
શરૂઆતના કારોબારમાં સિપ્લા, વર્ધમાન ટેક્સટાઇલ, કોલગેટ, એસ્ટર, HPCL, ડાબર ઇન્ડિયા, ગોદરેજ, રેમ્કો સિમેન્ટના શેરમાં મોરો ઘટાડો નોંધાયો.

ઘટાડાના કારણો:
દિવાળી દરમિયાન ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી, ઇન્ડેક્સ ઓલ ટાઈમ હાઈ લેવલ સુધી પહોંચ્યા હતાં. હવે, રોકાણકારો પ્રોફિટ બુક કરી રહ્યા છે, જેને કારણે હવે ઘટાડો નોંધાઈ રહ્યો છે.

તાજેતરમાં યુએસએ રશિયન પેટ્રોલિયમ કંપનીઓ પર પ્રતિબંધોની જાહેરાત કરી છે, જેને કારણે વૈશ્વિક તણાવ વધી રહ્યો છે. વૈશ્વિક બજારોમાં પણ ઘટાડો જવા મળી રહ્યો છે, જેના કારણે ભારતીય બજાર દબાણ હેઠળ છે.

આપણ વાંચો:  ઇન્ફોસિસના બાયબેકમાં નવું શું થયું? ઇન્વેસ્ટર્સ માટે કેવા સંકેત છે?

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button