ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી, સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો...
ટોપ ન્યૂઝશેર બજાર

ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી, સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો…

મુંબઈ : ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ભારતીય શેરબજારમાં વધ ઘટ જોવા મળી છે. જેમાં સેન્સેક્સ શરૂઆતમાં 268 પોઈન્ટના ઘટાડા સાથે 81314 પર ખુલ્યો અને જ્યારે હાલ 128 પોઈન્ટના વધારા સાથે 81712.13 પર છે. જ્યારે નિફ્ટી 58 પોઈન્ટના વધારા સાથે 24911.40 પર ટ્રેડ થઇ રહ્યો છે. જેમાં આજે આઇટી, ઓઇલ ગેસ અને રિયાલટી જેવા ક્ષેત્રોમાં ખરીદી જોવા મળી હતી જ્યારે મીડિયા, ફાર્મા, પીએસયુ બેંકમાં વેચાણ જોવા મળ્યું હતું. ટ્રેડિંગ સત્રની શરૂઆતમાં નિફ્ટીમાં ઇન્ડસઇન્ડ બેંક, મારુતિ સુઝુકી, ઓએનજીસી, ટાઇટન કંપની, શ્રીરામ ફાઇનાન્સ મુખ્ય વધનારા હતા જ્યારે કોટક મહિન્દ્રા બેંક, પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસી, જેએસડબલ્યુ સ્ટીલ, એચડીએફસી લાઇફમાં ઘટાડો જોવા મળ્યો હતો.

એશિયન બજારોમાં ઘટાડો થયો
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ અને નબળા વૈશ્વિક સંકેતોને કારણે બુધવારે એશિયન બજારોમાં ઘટાડો થયો હતો. જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 0.15 ટકા ઘટ્યો, જ્યારે ટોપિક્સ 0.18 ટકા ઘટ્યો. દક્ષિણ કોરિયામાં, કોસ્પી 0.44 ટકા ઘટ્યો, જ્યારે સ્મોલકેપ શેરો પર ધ્યાન કેન્દ્રિત કરતો કોસ્ડેક 0.15 ટકા ઘટ્યો. હોંગકોંગના હેંગ સેંગ ઇન્ડેક્સનો ફ્યુચર્સ 23,813 પર ટ્રેડ થઈ રહ્યો હતો જે નબળી શરૂઆત સૂચવે છે.

મંગળવારે યુએસ શેરબજારમાં ઘટાડો
આ ઉપરાંત મંગળવારે યુએસ શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. વોલ સ્ટ્રીટ પરના ત્રણેય મુખ્ય સૂચકાંકો નકારાત્મક ક્ષેત્રમાં બંધ થયા. મંગળવારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 299.29 પોઇન્ટ અથવા 0.70 ટકા ઘટીને 42,215.80 પર બંધ થયો. એસ એન્ડ પી 500 0.84 ટકા ઘટીને 5,982.72 પર બંધ થયો. જ્યારે, નાસ્ડેક કમ્પોઝિટ 0.91 ટકા ઘટીને 19,521.09 પર બંધ થયો.

મંગળવારે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું.
મંગળવારે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. જ્યારે એચડીએફસી બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બજાજ ફાઇનાન્સ જેવી મોટી કંપનીઓમાં પ્રોફિટ બુકિંગને કારણે સેન્સેક્સ 213 પોઈન્ટ ઘટીને 81,583.30 પર બંધ થયો. જ્યારે નિફ્ટી 93 પોઈન્ટ ઘટીને 24,853.40 પર બંધ થયો.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button