Share market: આજે બજારની નબળી શરૂઆત, સેન્સેક્સ આટલા પોઈન્ટ તુટ્યો

મુંબઈ: આજે અઠવાડિયાના છેલ્લા ટ્રેડીંગ દિવસે ભારતીય શેરબજારની નબળી (Share Market opening0 ફ્લેટ રહી. આજે શેર બજાર નજીવા વધારા સાથે ખુલ્યું હતું, ત્યાર બાદ શરૂઆતના ટ્રેડીંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (BSE Sensex) આજે 77,682.59 પર ખુલ્યો. શરૂઆતના વેપારમાં, તે 0.52 ટકા અથવા 406 પોઈન્ટ ઘટીને 77,211 પર ટ્રેડ કરી રહ્યો હતો.
શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 5 શેર ગ્રીન ઝોનમાં અને 25 શેર રેડ ઝોનમાં ટ્રેડ થઇ રહ્યા હતાં. જયારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ નિફ્ટી (NSE NIFTY) આજે 0.48 ટકા એટલે કે 113 પોઈન્ટના ઘટાડા સાથે 23,413 પર ટ્રેડ થઇ રહ્યો હતો. શરૂઆતના કારોબારમાં, નિફ્ટીના 5૦ના શેરોમાંથી 8 શેર ગ્રીન સિગ્નલ, જ્યારે 42 શેરો રેડ સિગ્નલમાં ટ્રેડ થઇ રહ્યા હતાં.
Also read: નવા વર્ષમાં સેન્સેક્સ 1 લાખના આંકડાને પાર કરશે?
નિફ્ટીમાં શેરોની સ્થિતિ:
શુક્રવારે નિફ્ટી પેકના TCS (3.92 ટકા), ટેક મહિન્દ્રા (2.41 ટકા), વિપ્રો (1.59 ટકા), ઇન્ફોસિસ (1.37 ટકા) અને નેસ્લે ઇન્ડિયા (0.80 ટકા) વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતાં. જ્યારે શ્રીરામ ફાઇનાન્સમાં 4.09 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝમાં 3.12 ટકા, BELમાં 2.68 ટકા, ઇન્ડસઇન્ડ બેંકમાં 2.51 ટકા અને NTPCમાં 2.51 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
cશરૂઆતના કારોબારમાં, એક સિવાયના બધા સેકટોરલ ઇન્ડેક્સ રેડ સિગ્નલમાં ટ્રેડ થતા જોવા મળ્યા. નિફ્ટી મીડિયામાં 2.82 ટકાનો ઘટાડો જોવા મળ્યો. આ ઉપરાંત, નિફ્ટી એફએમસીજી 0.74 ટકા, નિફ્ટી મેટલ 1.91 ટકા, નિફ્ટી ફાર્મા 0.99 ટકા, નિફ્ટી પીએસયુ બેંક 1.85 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેંક 1.19 ટકા, નિફ્ટી રિયલ્ટી 1.69 ટકા, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સ 0.93 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.26 ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ 1.14 ટકા, નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેર ૧.૭૨ ટકા, નિફ્ટી મિડસ્મોલ આઇટી એન્ડ ટેલિકોમ 1.26 ટકા ઘટ્યા હતા.