ભારતના બિલિયન ડોલર ક્લબમાં નવા ૧૧ યુનિકોર્ન સામેલ

નિલેશ વાઘેલા
મુંબઇ: વર્ષ ૨૦૨૫માં ભારતને યુનિકોર્ન તેજી જળવાઇ રહી છે અને ૧૧ નવા અબજ ડોલરના ખેલાડીઓ મળ્યા છે. સેકટરલ ધોરણે એઆઇ અને ટેકનોલોજી ક્ષેત્ર આગળ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ધોરણે નાણાંભંડોળ બાબતે મંદી અને નિયમનકારી અવરોધો છતાં, ભારત ૨૦૨૫માં સ્થિતિસ્થાપક બનીને ઉભરી આવ્યું છે અને ૧૧ નવા યુનિકોર્ન ઊભા કર્યા છે. આ ઉપરાંત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ૫૪ નવા પ્રવેશકર્તાઓનો ઉમેરો નોંધાવ્યો છે, એવી માહિતી એએસકે પ્રાઇવેટ વેલ્થ હુરુન ઇન્ડિયા યુનિકોર્ન અને ફ્યુચર યુનિકોર્ન રિપોર્ટ ૨૦૨૫માં જણાવાઇ છે.
રિપોર્ટ અનુસાર ૨૦૨૫માં ૧૧ નવા યુનિકોર્ન એક એબજ ડોલર ક્લબમાં જોડાયા છે. યુનિકોર્ન એવી કંપનીઓ છે જે ૨૦૦૦માં અથવા તે પછી એક અબજ ડોલર કે તેથી વધુ મૂલ્ય ધરાવતી કંપનીઓ બની છે. આ નવા ઉમેરાઓ સાથે, ૨૦૨૫માં ભારતની યુનિકોર્નની કુલ સંખ્યા ૭૩ પર પહોંચી ગઈ છે.
આ પણ વાંચો: નિફ્ટી ૨૫,૦૦૫ પોઇન્ટની ત્રણ સપ્તાહની ઊંચી સપાટીએે પહોંચ્યો
નવીનતમ આવૃત્તિમાં ૩૧ ભારતીય શહેરોમાંથી ૧૫૨ ભાવિ યુનિકોર્ન ઓળખવામાં આવ્યા છે, જે દેશની વિકેન્દ્રિત વિકાસ નવીનતાનો નોંધપાત્ર સંકેત છે. આમાંથી મોટાભાગના સ્ટાર્ટઅપ્સની સ્થાપના ૨૦૧૫ ની આસપાસ કરવામાં આવી હતી, જેમાં ૮૨ ટકા કંપની ડિજિટલ સેવાઓ અથવા સોફ્ટવેર ઓફર કરે છે અને ૫૬ ટકા ગ્રાહક બજારો પર લક્ષ્ય ધરાવે છે. ભવિષ્યના યુનિકોર્ન નાણાકીય સેવાઓ, વ્યવસાય વ્યવસ્થાપન સોલ્યુશન્સ, એજ્યુકેશન અને હેલ્થકેર સેકટરકમાં વિક્ષેપ સર્જનાર સ્ટ્રેટેજી ધરાવે છે.